
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા ;- રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતોની અનામત બેઠકોનો વારાફરતી ફાળવણી અંગેના તા. ૯/૯/૨૦૨૦ ના રોજ આદેશો બહાર પાડવામાં આવ્યાં છે, જે સંબધિત તાલુકા પંચાયતોની કચેરીના નોટીસ બોર્ડ ઉપર જોઇ શકશે, જેની સંબધિતોને નોંધ લેવા રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સચિવશ્રી મહેશ જોશી તરફથી જણાવાયું છે.