
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકા ખાતે તમામ બજારના નાના મોટા વેપારીઓને RT-PCR ટેસ્ટ કરાવા મામલતદાર શ્રીએ આપી સૂચના:
નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહેલ છે, જેના અનુસંધાને સુપર સ્પ્રેડર જેવા કે નાના-મોટાં દુકાનદારો, ફેરીયાઓ,શાકભાજી વેચવાવાળા, લારી-ગલ્લા ચલાવનારા, લારી પર નાની-મોટી વસ્તુઓ વેચનારા તથા અન્ય જેઓ લોકોના સંપર્કમાં સતત રહે તેવા દુકાનદાર તેમજ ફેરીયાઓ ઇસમોનો કમ્પ્લસરી RT-PCR કરાવે અને ટેસ્ટનું પ્રમાણપત્ર સાથે રાખે અને તેની ચકાસણી કરવા તથા ટેસ્ટ માટે THO, દેડીયાપાડા સંપર્ક કરવા અને બજાર તેમજ શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્ટનું પાલન કરવા અંગે સંદર્ભપત્રથી દેડીયાપાડા મામલતદાર શ્રી દ્વારા સુચન કરેલ છે.
જેના અનુસંધાને દેડીયાપાડા ગામના બજારના નાના-મોટા દુકાનદારો, ફેરીયાઓ,શાકભાજી વેચવાવાળા, લારી-ગલ્લા ચલાવનારા, લારી પર નાની-મોટી વસ્તુઓ વેચનારા વેપારીઓને RT-PCR ટેસ્ટ કરાવી તેનું પ્રમાણપત્ર મેળવી ત્યાર બાદ દુકાન કે લારી ગલ્લા ખોલવા તથા બજાર તેમજ શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્ટનું પાલન કરવા સૂચના માં જણાવવમાં આવે છે.