દક્ષિણ ગુજરાત

ડેડિયાપાડા કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડેડિયાપાડા કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

સર્જન વસાવા, નર્મદા: નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) હસ્તકની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, ડેડિયાપાડા કેમ્પસ ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે મહાવિધાલયના પટાંગણમાં આચાર્ય અને ડીનશ્રી ડૉ.પી.કે. શ્રીવાસ્તવના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સદર કાર્યક્રમમાં આચાર્ય અને ડીનશ્રીએ અધિકારી, કર્મચારી અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવી તેમજ દેશને સક્ષમ સ્થાને પહોચાડવા પોતાની ફરજ નિષ્ઠાપુર્વક બજાવવા અપિલ કરી હતી. ત્યાર બાદ મહાવિધાલયના વિદ્યાર્થીઓ વારા દેશભક્તી ગીતો, કવિતા અને વકતવ્ય રજૂ કરવામાં આવેલ હતા.

આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓમાં ભારતીય બંધારણની માહિતી મળી રહે તે માટે આદરણીય શ્રીમતી માલા શર્મા, કુશળ શિક્ષક, નવી દિલ્હી દ્વારા ‘ભારતીય બંધારણ અને 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનું દત્તક વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું જે ખૂબ જ માહિતીપ્રદ રહ્યુ હતું. અંત માં ડૉ.આલોક સિંઘ, આચાર્યશ્રી, PAEએ શ્રીમતી માલા શર્માનો તેમના જ્ઞાનપ્રદ વ્યાખ્યાન આપવા બદલ આભાર વ્યક્ત કરેલ વિદ્યાર્થીઓના જીવનમાં આવતી સમસ્યાનો જેવી કે, આપણે કેમ નિષ્ફળ જઈએ છીએ? અથવા વિધાર્થીઓ અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા અથવા બીજા શબ્દોમાં કહીએ તો, સફળતા મેળવવાનો પ્રયાસ કરવાથી ખૂબ ડરતા હોય છે. જેથી વિદ્યાર્થીઓને જીવનમાં આવતી સમસ્યાનો સામનો કરવા માટે પ્રેરણા મળે તે હેતુથી એક પ્રેરક જીવનચરિત્રાત્મક ફિલ્મ ચંદુ ચેમ્પિયન પણ વિધાર્થીઓને બતાવવામાં આવી હતી.

વધુમાં આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને પ્રોત્સાહન મળી રહે તે માટે ક્રિકેટ સ્પર્ધાનુ પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં સ્ટાફ દ્રારા ઉત્તમ બેટીંગ કરી મેચ જીતી લીધી હતી. આદિવાસી જિલ્લાઓમાં પ્રતિભાની હાજરી પુરવાર કરીને આજુબાજુના આદિવાસી ગામડાઓના કરાર આધારિત યુવા કર્મચારીઓની ભૂમિકા ૭૬માં પ્રજાસત્તાક દિવસની મેચમાં વાસ્તવિક વિજેતા છે.

આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય અને ડીનશ્રીના માર્ગદર્શન હેઠળ કુ. વિભુતી એ. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક અને શ્રી જીજ્ઞેશ એન. ગામીત તેમજ વિદ્યાર્થીઓના સહયોગ અને સહકારથી સફળતા પૂર્વક આયોજન કરવામાં આવેલ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है