
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સેવા સપ્તાહ કાર્યક્રમ માં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં લોકોને વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો, ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે તારીખ ૧૪ થી ૨૦ સુધી સેવા સપ્તાહ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ઝંખવાવ ગામે પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ લોકોને મફત વીમો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સંદર્ભમાં યોજાઇ રહેલા સેવા કાર્યોની માહિતી લોકોને આપી હતી, આ કાર્યક્રમમાં ભાજપના મહામંત્રીશ્રી મુકુંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત, રાકેશભાઈ સોલંકી, દિનેશભાઈ સુરતી, ઉમેદભાઈ ચૌધરી વગેરેની ઉપસ્થિતિમાં ઝંખવાવ ગામ અને આસપાસના લોકોને વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.