
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
ઘરે થી નીકળી ગયેલ સગીરાનું અસરકારક કાઉન્સિલિંગ થી પરિવાર ને સોંપતા અભયમ ટીમ નવસારી.
આજ રોજ સગીરા ની બહેન 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગવામાં આવેલ કે મારી નાની બહેન ની ઉંમર 14 વર્ષ ની છે અને તેના બોય ફ્રેન્ડ સાથે ભાગી આવેલ છે અને ત્યાં રહેવાની જીદ કરે છે સગીરા ને સમજાવી કાયદાકીય માહિતી આપી તેમના પરિવાર ને સોંપેલ.
મળતી માહિતી મુજબ સગીરા ના માતા પિતા નું અવસાન થઈ ગએલ અને તેઓ 3 બહેન છે જેમાં એક ના લગ્ન થઈ ગયા છે અને 2 બહેનો કામ કરી ને જીવન ગુજારે છે જેમાં સોવથી નાની બહેન પ્રેમ માં છોકરા સાથે ભાગી ગયા અને ત્યાંજ રહેવાની જીદ કરે છે અને તે મોટી બહેન ના સાસરી ના નજીક માં હોવાથી તેમની બહેન ના ઈજ્જત નો પણ સવાલ હોવાથી સગીરા નું કોઉન્સીલિંગ કરી સમજાવેલ કે તારી ઉંમર નાની છે 18 વર્ષ ની ઉંમરે આ છોકરા સાથે લગ્ન કરી આપશે હાલ તું તારા ભવિષ્ય નું વિચારી આગળ ભણવા ઉપર ધ્યાન આપ તેમ સમજાવતા સગીરા સમજી જતા તેમના પરિવાર માં તેમના બેહન ને સોંપેલ છે.