શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
દિન પ્રતિદિન કોરોના મહામારીનું સંક્ર્મણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. રાજ્ય સરકાર, ભારત સરકાર અને વહીવટી તંત્ર કોરાના સંક્ર્મણને રોકવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. કોરોના વોરિયસ ડોક્ટર, નર્સ તથા અન્ય સ્ટાફ ખડેપગે દર્દીઓની સેવા કરી રહ્યા છે. છતાં પણ ભરૂચ જિલ્લા તથા નર્મદા જિલ્લામાં બેફામપણે કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે, તો તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની આમ પ્રજામાં જાગૃતિ લાવવી ખુબ જ જરૂરી છે. તેના ભાગરૂપે આજ રોજ નેત્રંગ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા પાર્ટીના હોદેદારો સાથે નેત્રંગ તાલુકા પંચાયતના સભાખંડમાં સરકારના કોવીડ-૧૯ ના નિયમોને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં અગત્યની બેઠક યોજવામાં આવી.
આ બેઠકમાં સરકારના કોવીડ-૧૯ ના નીચે મુજબના તમામ નિયમોનું પાલન કરાવવા તથા કોરોના સંક્ર્મણથી સાવચેત રહેવા અને તેના ઉપાયોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી.
(1) પોતે સ્વયં તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું અને પોતાના શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વધે તે માટેના ઉપાયો કરવા અને તે માટે પોતે કાળજી રાખે.
(2) કોરોનાનું સંક્ર્મણ વધતું અટકાવવા માટે લોકોએ સરકારના કોવીડ-૧૯ ના ઉપાયો જેવા કે (1) એક બીજાથી બે ફૂટનું અંતર રાખવું (2) નિયમિતપણે માસ્ક પહેરવું (3) વારંવાર સાબુથી હાથ ધોવા. (4) નિયમિત ગરમ પાણી પીવું તથા તુલસી અને આદુનો ઉકાળો પીવો તથા આર્યુવેદિક ઔષધિનો ઉકાળો પીવો. (5) દરેક ગામોમાં જઈને સ્વચ્છતા અંગેની ઝુંબેશ ચલાવો. (5) દરેક ગામોને સેનિટાઇઝર કરાવો. (6) લગ્ન પ્રસંગ તથા દુઃખદ પ્રસંગમાં કારણ વગર બહાર જવાનુ ટાળો. જેવા વગેરે નિયમો વિશે લોકોને માર્ગદર્શન આપવું.
(3) શરદી-ખાસી કે ઉધરસ આવતી હોય તો તેને રોકવા માટે લોકોએ ઘરગથુ ઉપાયો કરવા અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના PHC / CHC સેન્ટરોમાં જઈ સારવાર કરાવો તથા ડોક્ટરની સલાહ મુજબ દવા લેવા માટે લોકોને જાગૃત કરવાનાં પ્રયત્નો કરવા.
(4) કોરોના સંક્ર્મણને રોકવા માટે સરકારે જાહેર કરેલા નિયમ પ્રમાણે ફરજીયાત કોરોનાની રસી લેવી અને લોકોને રસી લેવા માટે સમજણ આપવી અને કોરોના રસી મુકાવવાથી રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે અને તેનાથી કોઈ આડઅસર થતી નથી, આ રસી મુકાવવાથી કોરોના સંક્ર્મણ દર્દી ઝડપથી સારો થઈ જાય છે, તેથી તમામ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો, પાર્ટીના હોદેદારોએ ફરજીયાતપણે આ કોરોના રસી મુકાવે અને દરેક લોકો પોત પોતાના વિસ્તારમાં પ્રવાસ કરી લોકોને માર્ગદર્શન આપે તેવી અપીલ કરવામાં આવી.
આ બેઠકમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાથે નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ વસાવા, માજી. તાલુકા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ લીલાબેન વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી વંદનભાઈ વસાવા, કારોબારી ચેરમેન સુરેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતિ વર્ષાબેન દેશમુખ, નેત્રંગ તાલુકા મહામંત્રી સંજયભાઈ વસાવા, માજી. યુવા ભાજપ પ્રમુખશ્રી પૃથ્વીરાજસિંહ અટોદરિયા તથા મહાનુભાવો હાજર રહ્યા હતા.
buy cialis on line