
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
રાજપીપળાથી રામગઢને જોડતા પૂલ પર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું;
માંડ બે વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે બનેલા પુલનાં તકલાદી બાંધકામ અંગે ઉઠ્યા અનેક સવાલ!!!
રાજપીપળાથી રામગઢને જોડતા પૂલ પર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે 10 જેટલા ગામોનો રાજપીપલા સાથે સંપર્ક તૂટ્યો છે. અને અનેક વાહનચાલકોને પણ અટવાવવા નો વારો આવ્યો છે, તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
જેના કારણે પુલના તકલાદી બાંધકામ અંગે અનેક સવાલો ઉઠ્યા છે. કરજણ નદી ઉપર આવેલ રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલાજ બનાવવામાં આવ્યો હતો. જેના કારણે તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે વહેલી તકે આ ખાડો પુરી રસ્તો અવર જવર કરવા માટે ખુલ્લો મુકવામાં આવે એવી લોકો ની માંગ ઉઠવા પામી છે.