
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આંતરાષ્ટ્રીય પર્યાવરણ દિને મહિલા અભ્યમ ટીમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:
5 જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણ ના જતન માટે યોગદાન દ્દઢ કરવામાં આવે છે.
5 જૂન વલ્ડ એન્વાયરમેન્ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને ઉજવાય છે.હાલ માનવ જીવન સામેની સૌથી ભયંકર સમસ્યાઓમાં પર્યાવરણ નો સમાવેશ થાય છે. જળવાયુ પરિવર્તન, કુદરતી આફતો , પ્રદુષણ ,ઋતુચક્ર માં ફેરફાર વગેરે જેવી પર્યાવરણીય ઘટનાઓ એ મોટી સમસ્યાઓ ઊભી કરી છે. પર્યાવરણની જાળવણી અને તેનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 5 જૂન ના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવાય છે.
આજના ઉજવણી ના દિન નિમિતે 181 મહિલા હેલ્પલાઇન ટીમ વલસાડ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું .જેમાં મહિલા અભ્યમ 181, ઇમર્જન્સી સેવા 108, આરોગ્ય સંજીવની, ખિલખિલાટ ના તમામ સ્ટાફ ગણ ઉલ્લાસભેર જોડાયો હતો .
મહિલા હેલ્પલાઇન 181 લોકેશન અને વાન ની સફાઈ કરવામાં આવી હતી.
પર્યાવરણ ની જાળવણી થાય તે ઘણુંજ જરૂરી છે જેના ઉછેર અને રક્ષણ માટે યથા શક્તિ યોગદાન આપવા કતિબદ્રતા જાહેર કરવામાં આવી હતી.