
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડેડીયાપાડા દિનેશ વસાવા
દેડીયાપાડામાં તાલુકા કોંગ્રેસ દ્વારા ૨જી ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ :
“ગાંધીજી અમર રહો” ના નારાથી ડેડીયાપાડા બજાર આખું ગુંજી ઉઠ્યું :
૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે તાલુકાના કોંગ્રેસ પક્ષના આગેવાનો, યુવાનો, બહેનો દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી અને ત્યારબાદ યુવાનો દ્વારા મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી મહાત્મા ગાંધી અમર રહો ના નારા સાથે ડેડીયાપાડા તાલુકા મથકે થી લઇ સર્કિટ હાઉસ ખાતે આવી સમાપન કરવામાં આવ્યું જેમાં પક્ષના આગેવાનો માજી ધારાસભ્ય અમરસિંહ સાહેબ, પૂર્વ જિલ્લા પ્રમુખ જેરમાંબેન વસાવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ, શહેર પ્રમુખશ્રી રાકેશભાઈ ડેડીયાપાડા એ.પી.એમ.સી. પ્રમુખ જાતરભાઈ, પંકજભાઈ, યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી આમિર રાણા, પરેશ વસાવા, ઇશ્વરભાઇ વસાવા વગેરે આગેવાનો જોડાયા હતા
ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ આ બાઈક રેલી થાય તેમ જણાવ્યું હતું.