આરોગ્યરાષ્ટ્રીય

ગુજરાત રાજ્યમાં ત્રીજી લહેર સમયે કોવિડ “ટાસ્ક ફોર્સ નિષ્ણાંતો”નો મત: અત્યારેજ વાંચો અને સુરક્ષિત બનો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 

ગુજરાત રાજ્ય માં કોવીડ રસીકરણ ની હાલની  પરિસ્થિતિ:

બાળકોના રસીકરણ અભિયાન અંતર્ગત રાજ્યમાં આજે ૧૫ થી ૧૮ વર્ષની વય ધરાવતા ૩૮,૪૯૨ બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો: અત્યાર સુધીમાં કુલ ૨૩,૭૦,૧૦૪ બાળકોનું પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું; 

આજે ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા ૬૩,૬૭૭ લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા. અત્યાર સુધીમાં ૬૦વર્ષથી વધુ કુલ ૭,૭૯,૨૪૨ લોકોનું પ્રીકોશન ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું,

સરકાર દ્વારા સમય સમય પર બહાર પાડવામાં આવતી ગાઈડલાઈન્સ નું ચુસ્તપણે પાલન કરવું જોઈએ જેથી આપણે અને આપણો પરિવાર સુરક્ષિત અને ભય મુક્ત જીવન જીવી શકે…..

ગુજરાત રાજ્ય માં કોવીડ ની પરિસ્થિતિ ને લઇ કોવિડ ટાસ્ક ફોર્સ નિષ્ણાંતોનો મત:

ડૉ. તુષાર પટેલ…
ઓમિક્રોનના દર્દીને માઇલ્ડ, મોડરેટ અને સિવિયર લક્ષણોના આધારે અલગ તારવી શકાય. દર્દીને 101 થી 102 ડીગ્રી  એક બે  દિવસ તાવ આવે અને પછી ત્રીજા દિવસે સામાન્ય અનુભવ થાય, શરદી આવે નાક બંધ થઇ જાય, ખાંસી આવે અને ખાસ કરીને ગળામાં અસહ્ય દુખાવો થાય ત્યારે આ પ્રકારના લક્ષણોને માઇલ્ડ ગણીને તેની સારવાર કરાવવી જોઇએ. આ તબક્કે મીઠાના ગાર્ગલ કરવા જોઇએ. હાલના તબક્કે 97 ટકા જેટલા કોરોના-ઓમિક્રોનના દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ રહ્યા છે તેમ જણાવીને કોરોનાથી ગભરાવવાની જરૂર નથી.
ઓમિક્રોન વેરિયન્ટમાં શરીરમાં કડતર થવી, શરીર દુખવું, માથામાં અસહ્ય દુખાવો રહેવો જેવા લક્ષણો જણાઇ આવતા શરીરમાં ડિહાઇડ્રેશનની પરિસ્થિતિ ન સર્જાય તે માટે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવું જોઇએ.

ડૉ. વી.એન. શાહ…

આપણે પેન્ડેમિકના અંત તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે બેદરકારી ના દાખવવી જોઇએ. વૈશ્વિક અભ્યાસનો સંદર્ભ વિશ્વમાં ઓમિક્રોનથી સંક્રમિત થઇ આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓમાં 80 ટકા લોકોએ વેક્સિન ન લીધુ હોવાનું તારણ બહાર આવ્યું છે. જેથી કોરોનાનું રસીકરણ કરાવવું ખૂબ જરૂરી છે.

ડો. અતુલ પટેલ….
ઓમીક્રોનના સંક્રમણની ગતિ ઝડપી છે, પરંતુ તે ડેલ્ટા વેરિયેન્ટ જેટલો તે ઘાતક નથી. ડેલ્ટા વેરિયન્ટ સમયે આપણે રસીકરણનું પ્રમાણ ઓછું હતું, પરંતુ આજે સઘન રસીકરણના પગલે જોખમમાં ઘટાડો થયો છે. ત્રીજી લહેરમાં દર્દીઓનો હોસ્પિટલાઈઝેશનનો દર માત્ર 1 થી 2 ટકા જેટલો જ રહ્યો છે.
ઓમિક્રોનના દર્દીઓને બે કેટેગરીમાં ઓછુ રીસ્ક ધરાવતા દર્દીઓને ફક્ત મોનિટરિંગ કરવું અને લક્ષણો આધારિત સારવાર આપવી જેના પરિણામે આવા દર્દીઓને મહત્તમ 5 થી 7 દિવસની અંદર સાજા થવાની સંભાવનાઓ પ્રબળ રહેલી છે. જ્યારે વધારે રિસ્ક ધરાવતા દર્દી કે જેઓને અગાઉ કોઇ રિનલ ટ્રાન્સ્પ્લાન્ટ કરાવ્યું હોય, કોમોર્બિડ હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, વયસ્ક હોય તેવા દર્દીઓને સતત 2 દિવસ 101 થી 102 ડિગ્રી સુધી તાવ રહે અને શ્વાસ લેવામાં તકલીફ જણાય તેવા દર્દીઓને દાખલ કરવાની કે આઇ.સી.યુ.માં સારવાર અપાવવાની જરૂર જણાશે. વૈશ્વિક સ્તરે થયેલા સંશોધનો પ્રમાણે ઓમિક્રોનની સારવારના પ્રાથમિક ત્રણ દિવસમાં રેમડેસિવીર ઇન્જેકશન અસરાકરક નીવડશે, જે 89 ટકા સુધી વાયરસને બ્લોક કરવામાં સફળતા મળે છે.

ડો. સુધીર શાહ….
ઓમીક્રોનથી બચવા માટે માસ્ક, સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. વાયરસની હાલ તીવ્ર અસર જોવા મળતી નથી, પરંતુ આપણે કોમોર્બિડ અને વયસ્ક દર્દીઓ માટે વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. પાત્રતા ધરાવતા નાગરિકોને ઝડપથી રસીકરણ કરાવવું, માસ્ક, હેન્ડ સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ માત્ર વિકલ્પ છે.

ડૉ. દિલીપ માવળંકર…
ગુજરાતમાં થયેલ વ્યાપક રસીકરણના કારણે ઓમિક્રોન વાયરસનું ડિ-કપલીંગ થયું છે એટલે કે કોરોનાના કેસ વધવા છતા પણ ઓક્સિજન કે આઇ.સી.યુ. અથવા વેન્ટિલેટર પર સારવાર આપવાની જરૂરિયાત ઓછી જણાઇ છે.
આ વાયરસની ચેઇન તોડવા અને વાયરસનું સંક્રમણ આગળ વધતુ અટકાવવા માટે સરકારી દિશા-નિર્દેશોનો ચુસ્ત પણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તેમણે એન-95 અથવા થ્રી લેયરના ડબલ માસ્ક પહેરવા પણ અનુરોધ કર્યો છે. બંધ વાતાવરણમાં વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાય છે ત્યારે વેન્ટિલેશન વાળી જગ્યાએ રહેવું જોઇએ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है