
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ;
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી “આપણો ગ્રહ, આપણું સ્વાસ્થ્ય”થીમ સાથે કરવામાં આવી હતી. આ શુભ અવસરે ડૉ.એસ.કે.દાવડા, (સંશોધન વૈજ્ઞાનિક જુવાર – સુરત) એ જુવારના સ્વાસ્થ્ય અંગેના લાભો વિશે માહિતગાર કર્યા હતા.
ડૉ. ઈશ્મિત લિંડે (એસો. પ્રો. કામધેનુ યુનિવર્સિટી)એ સહભાગીઓને માછલીમાં મૂલ્ય વર્ધન સાથે તેમની રોજગારની વિશિષ્ટતા અંગે સંબોધન કર્યું હતું. ડૉ.પી.ડી.વર્માએ વિવિધ પર્યાવરણ માટે લાભદાયી છોડનું વાવેતર કરવા અને સરગવા અને સીતાફળ જેવા સ્વાસ્થય માટે ઉપયોગી છોડનું વાવેતર કરવાનું સૂચન કર્યું હતું. તમામ વૈજ્ઞાનિકોએ તેમનું વ્યાખ્યાન આપ્યું હતું. ડૉ.મીનાક્ષી તિવારીએ 52 સહભાગીઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને આહારમાં મિશ્રિત કઠોળ અને હલકા ધાન્ય નું ઉપયોગ કરવા માટે ભાર મુક્યો હતો.