
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા મથકે બી.આર.સી.ભવન વાલિયા ખાતે ”નાંદી ફાઉન્ડેશન” દ્વારા નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
નાંદી ફાઉન્ડેશન ઇ.સ.૧૯૯૦ થી કાર્યરત છે, જે ભારતના અનેક રાજ્યોમાં કાર્યરત છે અને આ સંસ્થા શેક્ષણીક મદદ પૂરી પાડે છે, અને ૨૧ રાજ્યો માં ૧,૫૮૦૦૦ જેટલા નાના બાળકોને મદદરૂપ થયેલ છે. જેમાં ભરૂચ જિલ્લામાં જંબુસર, આમોદ, નેત્રંગ, વાલિયા તાલુકાની ૫૧ જેટલી શાળા ઓનો પણ સમાવેશ થાય છે, જેમાં બાળકોને શિક્ષણ ને લગતી આવશ્યક ચીજો, ગિફ્ટ, નોટબુક, તેમજ દફતર જેવી વસ્તુઓ આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે, તથા ટેબલેટ દ્વારા શિક્ષણ પણ આપવામાં આવે છે.
જ્યારે આજે બી.આર.સી.ભવન વાલિયા ખાતે ”નાંદી ફાઉન્ડેશન” દ્વારા નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાંદી ફાઉન્ડેશન નાં પ્રોગ્રામ ઓફિસર સંગીતાબેન , બી.આર.સી.કોર્ડીનેટર પ્રશાંતભાઈ પટેલ, શિક્ષણ સંઘનાં પ્રમુખ નિલેશભાઈ વસાવા, વાલિયા તાલુકા નાં કોર્ડીનેટર હેતલબેન, ભાવનાબેન સોલંકી, ક્રિસ્ટીનાબેન રજવાડી, નેત્રંગ તાલુકા નાં કોર્ડીનેટર ફાલ્ગુની શિંધા, માયાબેન પરમાર, ધમયંતી બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.