
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ખાબજી મંડાળા ગામે સિંહ દેખાયાના ફોટા સોશ્યલ મીડિયામાં થયા વાઇરલ ; વાઘ આવ્યો….. વાઘ આવ્યો…. આજનાં આધુનિક જમાનામાં કોઈપણ વાત વાયુવેગે ફેલાતી હોય છે, તે પછી સાચી હોય કે ખોટી બસ આપણે અજાણતામાં વગર વિચારીએ ફોરર્વડ કરતાં હોઈએ છીએ પણ તેની સામાજિક જીવન માં ઘણી ખરાબ અસર પેદા થતી હોય છે, ખોટી દેહ્સત ફેલાતી હોય છે,
છેલ્લા ઘણા સમય થી નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા તાલુકાનાં ખાબજી મંડાળા ગામે સિંહ દેખાયાના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, અને લોકો એકબીજાને ફોરર્વડ કરી રહ્યા છે, ભયનો માહોલ ફેલાયો છે.
જે બાબતે પત્રકાર સર્જન વસાવા દ્વારા RFO શ્રી.જે. એ.ખોખર રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર, સોરાપાડા રેન્જ નાઓ સાથે ટેલીફોનીક વાત થી પુષ્ટી કરાતા આ ફોટા ફેક હોવાનું માલુમ પડ્યું છે.
જોકે RFO શ્રી.જે. એ.ખોખર રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર, સોરાપાડા રેન્જ સાથે ની ટેલીફોનીક વાત થતા આ વાયરલ થયેલ ફોટા ગીરનું હોવાનું બહાર આવ્યું હતુ. વધુમાં RFO શ્રી.જે. એ.ખોખર રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવાં સિંહ આપણા વિસ્તાર માં નથી તેમ પણ તેમણે ઉમેર્યું હતું,
તેમજ લોકોએ આવા ફેક મેસેજ થી ઘબરાવું નહિ અને આવા મેસેજ વાઇરલ કરવા નહિ એકબીજાને ફોરર્વડ કરવા નહિ જેથી ખોટી અફવા ના ફેલાઈ જે બાબતની અપીલ ફોરેસ્ટ વિભાગ દ્વારા નર્મદાની જનતાને કરવામાં આવી છે.