શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશ ચૌધરી
માંગરોળ તાલુકાના તરસાડી નગરના અગ્રણી આગેવાન રાકેશ સોલંકીની સુમુલ ડેરીનામાં સરકારી પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે નિમણૂક થતા માંગરોળ ખાતે ભાજપના અગ્રણી આગેવાનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ:
રાકેશ સોલંકી સુમુલ ડેરીની ચૂંટણીમાં માંગરોળ બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ભાજપના જ બંને ઉમેદવારો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું અને રાકેશ સોલંકી સમર્થન જાહેર કર્યું હતું ત્યારે પાર્ટી લાઇન ને માન આપીને ખસી ગયેલા રાકેશ સોલંકી ની સીધી સરકારી પ્રતિનિધિ તરીકે સુમુલ ડેરીના ડિરેક્ટર પદે નિમણૂક કરાઇ છે જેથી તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે, તેમનો સન્માન સમારંભ માંગરોળ ખાતે યોજાતા સુરત જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ દિપકભાઈ વસાવા માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત જિલ્લા પંચાયતના સભ્ય અફઝલ ખાન પઠાણ સંગઠન મંત્રી અનિલ શાહ કારોબારી અધ્યક્ષ ઉમેદભાઈ ચૌધરી વેરાકુઈના દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામીત અને માંગરોળ તાલુકા ભાજપના મહામંત્રી મુકુંદભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા રાકેશભાઈ સોલંકી ની નિમણૂક ને આગેવાનો દ્વારા વધાવી લેવામાં આવી હતી અને તેમનું શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.