શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી નિમિત્તે સાંસદશ્રી પરભુભાઇ વસાવાના હસ્તે વિવિધ આરોગ્યલક્ષી કામોનું લોકાર્પણ કરવામા આવ્યું:
તાપી જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી નિમિતે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરંજખેડ ખાતે સાંસદ સભ્યશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને વિવિધ આરોગ્યલક્ષી કામો અને સેવાઓનું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરંજખેડનું નવનિર્મિત મકાન, પેટા આરોગ્ય કેન્દ્ર વાલોડ-૧ અને વાલોડ-૩નું નવનિર્મિત મકાન, સામુહિક આરોગ્ય કેન્દ્રવાલોડ ખાતે ઓકસીજન પ્લાન્ટ અને ૩મોબાઈલ હેલ્થ યુનિટ(ડોલવણ, વાલોડ અને કુકરમુંડા)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે સાંસદશ્રીએ તાપી જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા કોવીડ રસીકરણની પ્રથમ ડોઝની ૧૦૦ % કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા અને હાલ બીજા ડોઝની કામગીરી ૯૫ % છે તે પણ વહેલી તકે ૧૦૦ % કરવા લોકોને અને આરોગ્ય વિભાગની ટીમને હાકલ કરી હતી. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા શરૂ કરવામા આવેલ “નિરામય ગુજરાત” અને “હર ઘર દસ્તક” અને “આયુષ્માન આપ કે દ્વાર” જેવા કાર્યક્રમોનો લાભ લેવા ગ્રામ લોકોને ખાસ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી મહાનુભાવો દ્વારા સગર્ભા બહેનોને પોષણ કીટ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના લાભાર્થીઓને PM JAY કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ વેળાએ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા,તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા,આરોગ્યની ટીમ અને સ્થાનિક અધિકારી/પદાધિકારીશ્રીઓ સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.