
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
નર્મદામાં “નલ સે જલ યોજના”માં ભારે કૌભાંડ: એ પાણી કોણ પી ગયું?.. એ નળ કોણ ખાય ગયું?: ડૉ.અશ્વિન વસાવા
ઉપલા અધિકારીઓ અને નીચલા અધિકારીઓની મિલીભગત થી આ નલ ખાય ગયા છે..જલ પી ગયા છે: ડૉ.અશ્વિન વસાવા
સામાજિક યુવા કાર્યકર ડૉ.અશ્વિન વસાવા એ “નલ સે જલ યોજના”માં ભ્રષ્ટાચાર થયો હોવા નો આક્ષેપ કર્યો;
સર્જન વસાવા, નર્મદા: ડેડિયાપાડા તાલુકાના સામજિક યુવા લીડર ડૉ.અશ્વિન વસાવા એ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે. અને જવાબદાર અધિકારીઓને પત્ર લખ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે “નલ સે જલ યોજના” માં ડેડીયાપાડા અને સાગબારાના ગ્રામીણ ક્ષેત્રોમાં સફળતા મળી નથી. અમુક જગ્યાએ પાઇપ લાઈનો નું કનેક્શન કર્યું છે, અમુક જગ્યાએ નળ મૂક્યા છે, અમુક જગ્યા એ ટાંકી નું બાંધકામ થયું છે. પણ એ ડુંગરાળ વિસ્તારોના ગામો છે, કાતો સપાટ જમીન પર ગામો આવેલા છે ત્યાં પણ “નલ સે જલ”માં ભારે કૌભાંડ થયું છે, એ પાણી કોણ પી ગયું?… એ નલ કોણ ખાય ગયા?… એ પાઇપ લાઈનો કોણ ખાય ગયા??… તેવા ભારે આક્ષેપો કર્યા છે.
વધુ માં તેમણે જણાવ્યું કે નલ માં પાણી જ નથી આવતું, પાઇપો દાટયા જ નથી, અને દાટયા છે તો તૂટી ગયા છે, શેના પુરાવા આપુ તેમ જણાવ્યું હતું. અને આર્ટિકલ 275/1 નું બજેટ આદિવાસીઓનું બજેટ નીચલા અધિકારીઓ થી લઇને ઉચલા અધિકારીઓની મિલીભગત થી આ નળ ખાય ગયા છે…જલ પી ગયા છે…અને નજીક માંજ તાપી ડેમ, કડાણા ડેમ, નર્મદા ડેમ હોવા છતાં અમારા આદિવાસી વિસ્તારોમાં પાણીની સુવિધા નથી તેમ જણાવ્યું હતું.
અત્રે મહત્વ નું છે કે, સામાજિક યુવા લીડર ની રજૂઆતમાં કેટલું સત્ય છે તે તો નર્મદા જિલ્લા માંથી વાસ્મો યોજનામાં સામે આવેલી કેટલીક હકીકતો પુરવાર કરે છે. ડેડીયાપાડા અને સાગબારાના અંતરિયાળ ગામોમાં લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે અને દરેક જગ્યા પર સરકાર ની ” નલ સે જલ યોજના” શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે.