જ્યાર થી કોરોના કહેર આખી દુનિયામાં કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારથી માનવ સમાજમાં કઈક નવું અથવા નવા શબ્દો સતત સામે આવતાં રહે છે,
શું છે કોરોના વાયરસ હોટસ્પોટ્સની યાદી ?
આરોગ્ય મંત્રાલય દ્વારા તેયાર કરવામાં આવી દેશભરમાંની કોરોના સંક્રમણ ફેલાવા સામે 6 રાજ્યોનાં 9 ક્ષેત્રો અતિ મહત્વપૂર્ણ અને ચૂનોતી રૂપ છે જ્યાં કોરોના સંક્રમણનાં કેસો ઝડપથી ફેલાઈ રહ્યાં છે, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જ્યારે કોઈ વિસ્તારમાં કોરોના સંક્રમિત કેસ મળે છે, ત્યારે તેની વ્યૂહરચના હેઠળ મંત્રાલય વિસ્તારને ઝોનની વ્યાખ્યા આપે છે, જ્યાં કોરોના વાયરસ સંક્રમણ વાળી વ્યક્તિ દ્વારા સ્થાનિક લોકોમાં ટ્રાન્સમીશન થઇ રહેલો વિસ્તાર અથવા એ વિસ્તાર જ્યાં હોસ્પિટલમાં જવું અથવા હોમ ક્વોરન્ટાઈન અંત્યંત જરૂરી છે. અને ખાસ કરીને કોરોના સંક્રમણ ની સાંકળ તોડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી કોરોનાં આગળ વધે નહીં. તે વિસ્તારને આરોગ્ય મંત્રાલયની ભાષામાં “હોટ સ્પોટ્સ” ઝોન અથવા કોરોના વાયરસ “હોટ સ્પોટ્સ” યાદી કહે છે,
દેશમાં કોરોના વાયરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અટકતી નથી. ત્યારે આ દરમિયાન ભારતના 6 રાજ્યોએ આજકાલ આરોગ્ય મંત્રાલયની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે. આ છ રાજ્યોમાં નવ સ્થળોએ કોરોના વાયરસ ચેપ સાથેના સમગ્ર વ્યવહાર પર મંત્રાલયની નજર છે!
આરોગ્ય મંત્રાલયની કોરોના વાયરસ હોટસ્પોટ્સની યાદી ;
દિલ્હીનું દિલશાદ ગાર્ડન, નિઝામુદ્દીન, કેરળનું કસારગોદ, કેરળનું પઠાણમિતિ, પંજાબના એસબીએસ નગર, રાજસ્થાનનું ભીલવાડા, મહારાષ્ટ્રનું પુના, મુંબઈ અને લદાખ, આરોગ્ય મંત્રાલયની “હોટ સ્પોટ્સ” યાદીમાં સામેલ થયા છે.
કોરોના અપડેટ ભારતમાં કુલ કોરોના સંક્રમિત ૨૦૯૪ કુલ લોકો, અત્યાર સુધીમાં સાજા થયેલાં લોકો ૧૭૧, અને કોરોના મૃત્યુઆંક ગુજરાતમાં ૭ મોત સાથે સમગ્ર દેશમાં ૫૦ ની થઇ સંખ્યા; “હારશે કોરોના જીતશે દેશ” જયારે આપણે રહીશું ઘરોમાં