શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
તાપી જિલ્લા કક્ષાના ૭૪માં પ્રજાસત્તાક પર્વની કરાઈ શાનદાર ઉજવણી : કલેકટર સુશ્રી ભાર્ગવી દવેના વરદ્ હસ્તે દ્વવજ વંદન કરાયું.
તાપી જિલ્લામાં ગણતંત્ર દિવસને વધાવતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યારે સરકારી વિભાગોની યોજનાઓના ટેબ્લો, પોલીસ પરેડ,ડોગ શો જેવા કાર્યક્રમો સહિત વિવિધ અધિકારી-કર્મચારીઓ અને વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવ્યા.
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેકટર સુશ્રી ભાર્ગવી દવે ના વરદ્ હસ્તે રાષ્ટ્રદ્વજ લહેરાવી ૭૪માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા,જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ,વ્યારા નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા સહિત મહાનુભાવોએ રાષ્ટ્રના આન,બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી હતી.
તાપીવાસીઓને પ્રજાસત્તાક પર્વનિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવતા કલેકટરસુશ્રી ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે ઐતિહાસિક વારસો ધરાવતો તાપી જિલ્લો તાપી નદીના પવિત્ર નામ સાથે જોડાયેલો છે. તાપી જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે સરકાર હંમેશા પ્રતિબધ્ધ છે. આદિવાસી સમાજને વિકાસની હરોળમાં અગ્રેસર કરવા હંમેશા વહીવટી તંત્રના પ્રયાસ રહેશે.
જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત માળખાગત વિકાસ કામો માટે કુલ ૪૫૭ કામોને પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. રૂા.૯૦૬.૨૭ લાખના કુલ ૩૮૪ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે તાપી જિલ્લામાં અત્યાર સુધી કુલ -૧૪૬૭૩ સ્વસહાય જુથોને , રૂ. ૧૩૦૦૪.૮ લાખ રૂપિયાની લોન આપવામાં આવી છે. તાપી જિલ્લામાં અત્યાર સુધી કુલ -૧૪૬૭૩ સ્વસહાય જુથોને , રૂ. ૧૩૦૦૪.૮ લાખ રૂપિયાની લોન આપવામાં આવી છે. વર્ષ-૨૦૨૨-૨૩ દરમ્યાન બેંક દ્વારા કેશ ક્રેડિટ ધિરાણના લક્ષ્યાંક ૫૩૨૦ની સામે ૨૨૩૪ સ્વસહાય જુથોને રૂ.૨૮૦૪.૩૦ લાખની કેશ ક્રેડિટ લોન આપવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) અંતર્ગત ૪૨૯૬ કુટુંબોને શૌચાલય બાંધકામ માટે રૂ. ૫.૧૫ કરોડ પ્રોત્સાહક સહાય ચુકવવામાં આવેલ છે. ૨૦૨૨-૨૩ સુધીમાં કુલ-૨૦૩૪ બાળકોની શિક્ષણ ફી બાળકોને ડ્રેસ, બુક, પુસ્તકો, પરિવહન ખર્ચ તથા સ્કુલ બેગ અને અભ્યાસને આનુસાંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીદીઠ રૂ. ૩૦૦૦/- લેખે ચુકવણું કરવામાં આવેલ છે. કુલ-૫૮૧૬ બાળકોને મફત ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા પુરી પાડવામાં આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ રસીકરણમાં સુંદર કામગીરી કરવામાં આવેલ છે.નિરામય ગુજરાત અન્વયે ૪૯૫૦ કેમ્પ કર્યા જેમાં ૨,૧૧,૪૫૮ દર્દીઓએ લાભ લીધો હતો. આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૧,૦૭,૪૩૦ પરિવારોના ૪,૬૨,૧૫૭ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ૩,૩૩,૯૪૧ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બની ગયા છે. આ ઉપરાંત રાજ્યપાલશ્રીના પ્રયાસથી પ્રાકૃતિક ખેતી તરફ તાપી જિલ્લો વળ્યો છે. હાલમાં ૨૧૪૫ ખેડૂતો દ્વારા ૧૯૩૩ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત થઈ ચુકી છે.
દેશના વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે સોનગઢ ખાતેથી તાપી-નર્મદા કોરીડોર રૂા.૧૬૬૯.૮૦ કરોડના ખર્ચે નિર્માણ કાર્યનો શુભારંભ થયો છે.મુખ્યમંત્રી ગ્રામસડક યોજના હેઠળ૧૬૪.૫૫કી.મી.ના ૯૫ રસ્તા અને પુલની કામગીરી મળી રૂા.૭૪૪૧.૭૫ લાખના ૧૦૦ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આદિજાતી વિભાગ દ્વારા પછાત વર્ગોના કલ્યાણ માટે અંદાજીત રૂા.૧૦૪ લાખનો ઉપયોગ થાય છે.બોર્ડર વિલેજ અંતર્ગત વિકાસની ગ્રાન્ટ વર્ષે રૂા.૧૨૬૫.૪૩ લાખની જોગવાઈ છે. કિસાન સૂર્યોદય,કુટિર જ્યોતિ જેવી યોજનાથી વીજળીકરણ માં નોંધપાત્ર કામગીરી થયેલ છે. રોજગારી ક્ષેત્રે મેળાઓ યોજી ૧૨૦૦ જેટલા યુવક-યુવતિઓને રોજગારી અપાઈ છે.સેવાસેતુ દ્વારા લોકોને ઘરઆંગણી સેવાઓ મળી રહે તેવુ આયોજન કરાયું હતું. રાત્રીસભાનું પણ આયોજન કરાયું હતું અને પ્રશાસન ગાંવ કી ઓર થીમ આધારિત ગ્રામસેવા પોર્ટલ પણ લોન્ચ કરાયું હતું. આમ તાપી જિલ્લો વિકાસના તમામ ક્ષેત્રે આગળ વધી સમૃધ્ધ બને અને એકભારત શ્રેષ્ઠ ભારત બને તે માટે ઉપસ્થિત તમામ નાગરિકોને આહવાન કરાયું હતું.
તાપી જિલ્લામાં ગણતંત્ર દિવસને વધાવતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ,સીનિયર સીટીઝને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યારે સરકારી વિભાગોની યોજનાઓના ટેબ્લો રજુ થયા હતા. જેમાં પ્રથમ નંબરે પંચાયત સિંચાઈ વિભાગ,બીજા નંબરે આઈ.સી.ડી.એસ.ના પોષણ રથ અને તૃતિય ક્રમ વનવિભાગને મળ્યો હતો. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ સલામી પોલીસ ઈન્સ્પેકટર સુશ્રી ભગિરથી ચોવટિયાએ સંભાળી હતી.,ડોગ શો જેવા કાર્યક્રમો સહિત વિવિધ અધિકારી-કર્મચારીઓ અને વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. જિલ્લાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક ઈ.ચા.પ્રાંત અને મામલતદાર એચ.જે.સોલંકીને અપાયો હતો. આરોગ્ય વિભાગની શ્રેષ્ઠ કામગીરી માટે રેફરલ હોસ્પિટલની ટીમનું કલેકટરસુશ્રી ભાર્ગવી દવે સહિત મહાનુભાવોએ સન્માન કર્યું હતું. ફોટોગ્રાફી સ્પર્ધામાં સૌપ્રથમ સૌરભ(ગબ્બર) ચૌધરી,દ્વિતિય રીતેશ ગામીત,તૃતિય કવન ચૌધરી,ચોથા ક્રમે દુશાંત વલવી-મીતેશ ચૌધરી અને પાંચમાં ક્રમે હિમાંશુ માહ્યાવંશી વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, નિવાસી અધિક કલેકટર શ્રી આર.જે.વલવી, ગ્રામવિકાસ નિયામક આર.એચ.રાઠવા, નાયબ પોલીસ અધિક્ષક સી.એમ.જાડજા, નાયબ કલેકટર તૃપ્તિ પટેલ, ચીટનીશ મયુર પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ ચૌધરી, યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત સહિત મોટી સંખ્યામાં ઉપિસ્થિત નાગરિકો, કલાકારો અને અધિકારી/પદાધિકારીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.