
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ ના વિરોધ આવેદન પત્ર આપવામાં આવ્યુ તેમજ જો આ ખાનગીકરણ તાત્કાલિક અટકાવવા નહીં આવે તો તારીખ 31/10/2023 ના ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
આજ રોજ તારીખ 29/09/2023 ના રોજ કોંગ્રેસ પક્ષના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાની હેઠળ ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબ મારફતે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ને આહવા સિવિલ હોસ્પિટલ ના ખાનગીકરણ ના વિરોધ આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું .
આવેદનપત્ર માં ઉમેર્યું હતું કે ડાંગ જિલ્લો સંપૂર્ણ ૯૬% આદિવાસી વસ્તી ધરાવે છે અને ભૌગલીક પરસ્થિતી મુજબ હાલમાં એક માત્ર સિવિલ સરકારી હોસ્પિટલ આહવા ખાતે આવેલ છે. અને જેનો લાભ ૩૧૧ ગામના આદિવાસી સમાજ તથા અન્ય સમાજને સરકારી રાહે સેવાઓ ઉપલબ્ધ છે. અને એમા સરકાર તરફથીજ ખુટતી સવલતો ઉપલબ્ધ કરી હાલના સંજોગોમાં સંપૂર્ણ પણે સરકારે જ સંચાલન કરવુ જરૂરી છે. અને જો સરકાર સ્વ-નિર્ભર મેડિકલ કોલેજ મંજુર કરી સ્થાપિત કરવા જઈ રહયા છે ત્યારે અમો ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ પક્ષ તરફથી આપ સાહેબને નિવેદન કરતા જણાવીએ છીએ કે, સરકાર તરફથી અમારા આદિવાસી સમાજના વિકાસ માટે જે પણ કામગીરી કરવાની થાય છે જેમાં આવા મેડિકલ જેવા અત્યંત મહત્વના ઇન્સ્યુટયુટને સાથે સ્વ-નિર્ભર સંચાલન માટે આપવામાં આવે તે સ્વીકાર્ય નથી. આ બાબત એક માત્ર સરકારી સિવિલ હોસ્પિટલના સંચાલન માટે સરકાર નિષ્ફળ રહે છે. એવી બાબત છે જે ખરેખર જન સમુદાયમાં શોભનીય નથી. ડાંગ ખાતે કમસે કમ એવી કોઇ અન્ય સરકારી હોસ્પિટલ હોત અને આવો કોઇ નિર્ણય થયો હોત તો અમે આ પ્રશ્ન ઉપસ્થિત કરત નહી. પરંતુ એક માત્ર સિવિલ હોસ્પિટલ અને એના સંચાલનમાં સરકાર નિષ્ફળ રહે એ માન્ય માં આવતુ નથી. અને શોભતુ પણ નથી.એવુ અમારૂ સ્પષ્ટ માનવુ છે. ઉપરોક્ત હકિક્ત ધ્યાને લઈ આ બાબતે પડતી મુશકેલી સિવિલ હોસ્પિટલની અંદર પુરતો સ્ટાફ, ખુટતી સગવડ ઉપલબ્ધ કરી સરકાર ચલાવે એવી અમારી માંગણી છે. જ્યારે સ્વ-નિર્ભર મેડિકલ કોલેજ જો સ્થાપિત કરવાની હોય તો એના માટે અલગથી વિચારણા કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે.
આ અંગે આ નિવેદન મળેથી અમોને પક્ષના નામે પ્રત્યુતર પાઠવવા વિનંતી છે. નહિ તો અમે ગાંધીચિંધ્યા માર્ગ લડત ચલાવશુ. વિકાસ આવકાર્ય છે પરંતુ અમારા સમાજને નુકશાન કારક બાબત સ્વીકાર્ય નથી.
આજના કાર્યક્રમમાં ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા પ્રમુખ મોતીલાલભાઈ, વિરોધ પક્ષનાં નેતા ગીતાબેન, લતાબેન, મહામંત્રી, મુકેશભાઈ, આઇટી,સેલ પ્રમુખ મનીષભાઈ મારકણા,ગમનભાઈ, નીતિનભાઈ ગાઈન, સ્નેહલ ઠાકરે,હરીશભાઈ, ગુલાબભાઈ ગાંગુરડે, ભરતભાઈ ભોંયે, વનરાજભાઈ મહેન્દ્રભાઈ ગાવિત, સંજયભાઈ પવાર, સિ.પી.ગવળી, દેવરામભાઈ આદિવાસી સંઘર્ષ સમિતિના નિલેશભાઈ ગાવિત, શિકાર ગામના પાટીલ,વિકાસભાઈ તેમજ ચિકાર્ ગામની ટીમ જિલ્લા/તાલુકા કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા.