આરોગ્યરાષ્ટ્રીય

વાંસદાનાં ટાઉન હોલ ખાતે 1000 જેટલા લોકો ને શ્રમિક કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કલમેશ ગાંવિત

નવસારી જીલ્લાના વાંસદા ખાતે 1000 જેટલા લોકો ને શ્રમિક કાર્ડ નું ટાઉનહોલ ખાતે વિતરણ કરવામાં આવ્યું: 

આજ રોજ ગુજરાત સરકારશ્રીના જમીન લેવલના નાના ગરીબ શ્રમિકો જેવા કે લારી ગલ્લાવાળા, શાકભાજીવાળા છૂટક મજૂરી વાળા ઓ માટે શ્રમિક ઈકાર્ડ નું વિતરણ નવસારી જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ ભુપેન્દ્ર પટેલ તથા નવસારી જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ વિરલભાઇ વ્યાસ તથા વાંસદા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા વાસદા તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ શ્રી રસિકભાઈ ટાંક. વાસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી સંજય બીરારી. વાંસદા નગરના આદિવાસી અગ્રણી અને સામાજિક કાર્યકર વિનોદભાઈ પટેલ તથા કોમન સર્વિસ સેન્ટર ના બકુલભાઈ પ્રજાપતિ તથા રોહિતભાઈ તથા તેમની ટીમ હાજર રહી હતી,

આ કાર્યક્રમમાં 1000 જેટલા ગરીબ શ્રમિકોને તબક્કાવાર કાર્ડ વિતરણ કરતા આવેલ લાભાર્થીઓને તાળીઓના ગડગડાટથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાત  ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબની દીર્ઘદ્રષ્ટિ ના પરિણામે જે શ્રમિક કાર્ડ વિતરણ થી આવેલ લાભાર્થીઓ ખુબજ આનંદ અને હર્ષની લાગણી અનુભવ તા જોવા મળ્યા હતા,

આ શ્રમજીવી અને શ્રમયોગી કાર્ડ ની વિગતવાર વિસ્તૃત ચર્ચા વિરલભાઇ વ્યાસ ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા નવસારી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર એવા સેવાભાવી ભુપેન્દ્ર પટેલ તથા કોમન સર્વિસ સેન્ટર ના બકુલભાઈ પ્રજાપતિએ ખુબજ ઉંડાણપૂર્વક સમજાવી હતી,

હાલમાં જ આવા અનેક દાખલાઓ જોવા મળ્યા જેમાં આરોગ્યને લગતી કામગીરી માં એક ગરીબ શ્રમજીવી ને બ્રેઇન ટ્યુમર થયું હતું એના ઓપરેશન માટે ઘરમાં ખુબજ મુશકેલી વાળી પરિસ્થિતિ આવી હતી પણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની છેવાડાના માનવીને આરોગ્યની સારવાર મળે અને જીવ બચે એવી પરિસ્થિતિમાં દોઢ લાખના ઓપરેશન મફતમાં આ કાર્ડ માં થતા ગરીબ શ્રમજીવી ના ઘરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ આપતા જોવા મળ્યા હતા,

આ શ્રમજીવી પરિવારોને શ્રમયોગી કાર્ડ માં ૨૭ જેટલી યોજનાઓનો લાભ મળશે આ કાર્ડ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક ખાતાની પાસબુક, મોબાઈલ નંબર તમામ ઓરિજિનલ દસ્તાવેજો સાથે જે તે કોમન સર્વિસ સેન્ટર ખાતે લઈ જવાથી વિનામૂલ્યે આ શ્રમયોગી કાર્ડ વ્યક્તિદીઠ મળશે જેમાં ત્રણ લાખ સુધી હોસ્પિટલ નો ખર્ચો અને એક લાખ અકસ્માત વીમા તરીકે તથા અન્ય લાભો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જરૂર પડે આપશે એ વખતે આ કાર્ડ ની કિંમત અમૂલ્ય ગણાશે

 અંતમાં આભાર વિધિ ધર્મેન્દ્રસિંહ સોલંકી વાંસદાના ડેપ્યુટી સરપંચશ્રી એ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है