શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આગામી ૩૧મી મે ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા “લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્ર્મ” અંગે તાપી જિલ્લા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ:
તાપી જિલ્લાનો મુખ્ય કાર્યક્ર્મ શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે કૃષિ, ઉર્જા પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે :
વ્યારા-તાપી: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સિમલા, (હિમાચલ પ્રદેશ)થી “લાભાર્થીઓ સાથે સીધો સંવાદ” કાર્યક્ર્મ યોજાનાર છે. આ કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી તમામ જિલ્લાઓ ખાતે યોજાનાર છે. તાપી જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી કાપડિયા, જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાની ઉપસ્થિતીમાં કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન અને સમિક્ષા કરવામાં આવી હતી.
આગામી ૩૧ મે નાં રોજ યોજાનાર લાભાર્થી સંવાદ કાર્યક્રમમા કેન્દ્ર સરકારની મુખ્ય ૧૩ યોજના દીઠ તાપી જિલ્લાના કુલ ૩૦૦૦ જેટલાં લાભાર્થીઓ આ કાર્યક્ર્મમા ભાગ લેશે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય,ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, કાર્યકારો આ કાર્યક્ર્મમા ભાગ લેનાર છે. તમામ બાબતો અંગેની આનુષંગિક વ્યવસ્થા કરવા જિલ્લા ક્લેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ઉપસ્થિત અધિકારશ્રીઓને સુચારૂ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
આ પ્રસંગે કલેકટરશ્રીએ ડી.જી.વી.સી.એલ વિભાગને વીજપુરવઠા અંગે, માર્ગ અને મકાન વિભાગને મંડપ થતા ટીવી સ્ક્રીન માટે, નગરપાલિકાને સફાઇ અંગે, પોલીસ વિભાગને ટ્રાફિક નિયમન અંગે, પાણી પુરવઠા વિભાગને ઠંડા પાણીની સુવિધા માટે, આરોગ્ય વિભાગને મેડિકલની ટીમ ગોઠવવા અંગે, એન.આઇ.સી ઓફિસરોને કાર્યક્રમના લાઇવ પ્રસારણ અંગે તથા માહિતી વિભાગને મિડીયા સાથે સંકલન અને પ્રેસનોટ અંગે સાથો સાથ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે કૃષિ, ઉર્જા પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. કાર્યક્રમમાં શિમલ ખાતેથી આયોજીત પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમને બાયસેગ તથા વંદે ગુજરાતના માધ્યમથી લાઇવ પ્રસારણ નિહાળવામાં આવશે. ત્યાર બાદ તાપી જિલ્લાના કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કરશે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક ચૌધરી, પ્રાંત અધિકારી વ્યારા આર.સી.પટેલ, પુરવઠા અધિકારીશ્રી સાગર મોવલીયા, સંગઠન પ્રમુખ જયરામ ગામીત, કારોબારી અધ્યક્ષ મોહન કોંકણી, માર્ગ મકાનના કા.પા.ઇ મનિષ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, અન્ય પદાધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.