રાષ્ટ્રીય

રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર-૨૦૨૩ નેશનલ એવોર્ડ મેળવવા માટે નોમિનેશન ઓનલાઈન પોર્ટલ ઉપલબ્ધ:

નોમિનેશન અરજી સબમિટ કરવાની અંતિમ તા.૧૫ સપ્ટેમ્બર:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર-૨૦૨૩ નેશનલ એવોર્ડ મેળવવા માટે નોમિનેશન ઓનલાઈન પોર્ટલ દ્વારા ૧૫મી ઓગસ્ટથી શરૂ થશે: 

નોમિનેશન અરજી સબમિટ કરવાની અંતિમ તા.૧૫ સપ્ટેમ્બર રહેશે: 

સુરતઃ દૂધ ઉત્પાદક ખેડૂતો, ડેરી સહકારી મંડળીઓ/એફ.પી. ઓઝ અને કૃત્રિમ બીજદાન ટેકનિશિયનને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર-ર૦ર૩’ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં મેરિટનું પ્રમાણપત્ર, એક સ્મૃતિચિહ્ન અને રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નેશનલ એવોર્ડ પોર્ટલ https://awards.gov.in પર તા.૧૫ ઓગસ્ટથી ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર ઓનલાઈન અરજી કરી શકાશે. નોમિનેશન અરજી સબમિટ કરવાની અંતિમ તા.૧૫મી સપ્ટેમ્બર છે. અરજીની સાથે લાયકાતનું પ્રમાણપત્ર, સ્મૃતિચિહ્ન અને રોકડ પુરસ્કાર સાથે પ્રથમ ક્રમને રૂ પાંચ લાખ રૂપિયા, બીજા ક્રમને ત્રણ લાખ ત્રીજા ક્રમ માટે બે લાખ આપવામાં આવે છે.

શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (IT) કેટેગરીના કિસ્સામાં, ત્રણેય રેન્ક માટે એવોર્ડમાં મેરિટનું પ્રમાણપત્ર અને માત્ર સ્મૃતિ ચિન્હ રહેશે. આ પુરસ્કારો રાષ્ટ્રીય દૂધ દિવસ  ૨૬મી નવેમ્બર, ૨૦૨૩ના અવસરે એનાયત કરવામાં આવશે એવોર્ડ મેળવવા માટે પાત્રતાના માપદંડો અને નોમિનેશનની ઓનલાઈન પ્રક્રિયા વિશે વધુ વિગતો માટે વેબસાઇટ https://awards.gov.in અથવા https://dahd.nic.inની મુલાકાત લેવાની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है