શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાની ઉપસ્થિતિમાં “વિશ્વાસથી વિકાસયાત્રા” નો કાર્યક્રમ યોજાશે;
અંદાજે રૂા.૬.૮૫ કરોડથી વધુની રકમના ખર્ચે ૫૦૩ જેટલા વિકાસ કામોનું થનારું લોકાર્પણ-ખાતમુહૂર્ત;
ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષપદે તા.૧૨ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં પોલિટેકનિક કૃષિ ઇજનેરી કોલેજ ખાતે દેડીયાપાડા પ્રાંત કક્ષાનો “વિશ્વાસથી વિકાસયાત્રા” નો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અન્ય પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાના હસ્તે અંદાજે રૂા.૪.૦૯ કરોડથી વધુની રકમના ખર્ચે ૧૬૦ જેટલા વિકાસ કામોનું લોકાર્પણ તેમજ અંદાજે રૂા ૨.૯૯ કરોડથી વધુની રકમના ખર્ચે ૩૪૩ જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરાશે.