દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

ડાંગની 181 મહિલા હેલ્પ લાઇન ટીમને બાળ લગ્ન અટકાવવામાં સફળતા:

અભ્યમ-૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમને મળેલ બાતમીનાં આધારે નવમાં ધોરણમાં ભણતી ૧૪ વર્ષની બાળાનો બચાવ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગની 181 મહિલા હેલ્પ લાઇન ટીમને બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા: ગુજરાત સરકારની અભૂતપૂર્વ મહિલા હેલ્પલાઇન અને એપ્લીકેશન નો લાભ મહિલાઓને બચાવવામાં સફળ પ્રયોગ:

ડાંગની 181 મહિલા હેલ્પ લાઇન ટીમ સમયસર પહોંચી બાળલગ્ન અટકાવવામાં સફળ રહેલ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ ડાંગ બાતમીના આધારે જાણવા મળેલ છે અમારા ગામમાં બાળ લગ્ન થઈ રહ્યા છે 181 ની જરૂર હોય જેથી આવા પોલીસ સ્ટેશન થી અભયમ મહિલા હેલ્પલાઇન તાત્કાલિક પહોંચી તપાસ કરતા માલૂમ પડેલ છે છોકરી પક્ષની જાન મહારાષ્ટ્ર જિલ્લામાં લગ્ન કરવા માટે નીકળી ગયેલ મળતી માહિતી મુજબ છોકરીની ઉંમર હાલની 14 વર્ષ છે, અને સદર બાળા  નવમા ધોરણમાં અભ્યાસ કરે છે, અમોને મળતી માહિતી મુજબ સાપુતારા ચેક પોસ્ટે જાણકારી આપી હતી કે  જીપ  નંબર આ આપનાં પોસ્ટ થી પસાર થશે,   જીઆરડી ને જાણ કરી  જીપ રોકવા માટે જણાવેલ અને તેઓએ જીપ અટકાવી અમોને જણાવેલ અમો તાત્કાલિક ત્યાં પહોંચી તેઓને માહિતી આપેલ કે બાળ લગ્ન કરવા કાયદેસર અને સામાજિક રીતે અપરાધ છે, જેથી લગ્ન મોકૂફ રાખવા સંમત થયા હતા અભયમ 181 મહિલા હેલ્પ લાઇન તાત્કાલિક પહોંચી સાચી સમજ અને માર્ગદર્શન આપતા લગ્ન અહીં મોકૂફ રાખેલ છે. અને તેઓ મહારાષ્ટ્રમાં ન જતાં  ત્યાંથી પરત ફર્યા હતાં.

ગુજરાત સરકાર દ્વારા તાલીમબદ્ધ મહિલા કાઉન્સેલિંગ કરનારા ટીમ રાજ્યમાં મહિલાઓના મદદ માટે  ૨૪ કલાક કાર્યરત છે;

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है