
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર વસાવા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા BS-6 એમિશન નોમ્સ ધરાવતી પહેલાં ચરણમાં 101 બસનું ઇ-લોકાર્પણ:
આજે BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 1,000 બસ પૈકી પ્રથમ ચરણની 101 બસનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરી રાજયની જનતાનાં યાતા યાત માટે ખુલ્લી મૂકી:
રાજ્ય સરકારની સહાયથી પ્રથમવાર સંચાલનમાં મુકાનાર BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 1,000 બસ પૈકી પ્રથમ ચરણની 101 બસનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારે એસ.ટી. નિગમને નફો રળવાના નહીં પરંતુ જનસેવાના સરળ પરિવહન માધ્યમ તરીકે સેવારત રાખીને કોરોના કાળમાં પણ મુસાફર સેવાઓને અસર પડવા દીધી નથી. સમગ્ર પૃથ્વી સહીત દેશ ભરમાં કોરોના સંક્રમણની સ્થિતિએ ટ્રાવેલ-ટુરિઝમ સેકટરને અસર પહોંચાડી છે, ત્યારે રાજ્ય સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમે 50 ટકા પેસેન્જર કેપેસિટી સાથે રાજ્યમાં એસ.ટી. બસોનું સંચાલન કરીને સામાન્ય માનવી, જરૂરતમંદ વ્યક્તિઓને દૈનંદિની પ્રવૃત્તિઓ માટે અવરજવર – યાતાયાત પરિવહન પુરૂં પાડયું છે. મુસાફરોને સારી, સરળ અને વિશ્વસનીયય પરિવહન સેવાઓ પૂરી પાડીને કોરોના કાળમાં પણ તમે સૌએ યાતાયાત કામ અટકવા દીધું નથી તે પ્રસંશનીય છે.એવું માનનીય મુખ્યમંત્રીશ્રીએ વાહન વ્યવહાર વિભાગને લોકાર્પણ પ્રસંગે કહયું હતું.