
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
પ્રોહીબિશનના ગુનામા છેલ્લા ૧૦ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ:
પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા I/C વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વર નાઓના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટન ૧૧૧૯૯૦૦૫૨૧૦૩૮૪/૨૦૧,પ્રોહી એકટ -૬૫(એ)(ઇ),૮૧,૧૧૬(બી) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી સુરેશભાઈ ઉર્ફે સુર્યો રામુભાઈ વસાવા રહે. જોકલા તા-વાલિયા જી-ભરૂચ નાઓની બાતમી આધારે તેઓના ઘર પાસે આવેલ જાડી ઝાંખરા વાળા વિસ્તારમાં તપાસ કરતા ઉપરોક્ત આરોપી મળી આવતા હસ્તગત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી: સુરેશભાઈ ઉર્ફે સુર્યો રામુભાઈ વસાવા રહે- જોકલા તા-વાલિયા જી-ભરૂચ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી: સદર કામગીરી પો.સ.ઇ. એન.જી, પાંચાણી એ હે.કો. વિજયસિંહ કાનાભાઈ બ.ન-૧૦૮૨ તથા અ.હે.કો. જગદિશભાઈ પાંચાભાઈ બ.નં ૯૦૧ તથા પો.કો કૌશનભાઈ પાંડીયાભાઈ બ.નં-૧૧૦૫ તથા તથા ડ્રા.પો.કો. સુખદેવભાઈ બેચરભાઈ બ.નં-૧૮૭ નાઓ ધ્વારા કરવામાં આવેલ છે.