રાષ્ટ્રીય

ભોવાન રાઠોડે હિમાલય પર 21 હજાર ફૂટે માઉન્ટ કાંગ યાસ્તે પર ત્રિરંગો લહેરાવી ઈતિહાસ રચ્યો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર: પ્રદીપભાઈ સાપુતારા 

ભોવાન રાઠોડે હિમાલય પર 21 હજાર ફૂટે માઉન્ટ કાંગ યાસ્તે પર ત્રિરંગો લહેરાવી ઈતિહાસ રચ્યો:

‘કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ આ કહેવતને સાચા અર્થમા સાકાર કરતા ડાંગના આ પહાડી યુવકે, સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીરાપાડા ગામના શ્રમજીવી પરિવારના પર્વતારોહક યુવાન ભોવાન રાઠોડે તાજેતરમાં જ હિમાલય વેલીની KY1 તરીકે ઓળખાતા અને ૬૪૦૦ મીટર (૨૧ હજાર ફૂટ) ની ઊંચાઈએ આવેલા માઉન્ટ ‘કાંગ યાત્સે’ શિખર ઉપર, ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે.

ટાટા સ્ટિલની સ્પોન્સરશીપના સથવારે ડાંગ જિલ્લાના એકમેવ પર્વતારોહક તરીકે ડાંગ અને રાજ્યનું નામ રોશન કરનારા આ સાહસિક યુવાને માઉન્ટ ‘કાંગ યાત્સે’ સર કર્યા પછી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, KY1 માટે ટાટા સ્ટિલ દ્વારા ગુજરાતમાંથી એક માત્ર તેમની પસંદગી કરાતા, દેશના અન્ય પ્રદેશના કુલ ૧૨ સાહસિક યુવાનોની ટિમ માઉન્ટ ‘કાંગ યાત્સે’ સર કરવા નીકળી હતી.

ગુજરાતના એકમાત્ર એવા ડાંગના ભોવાન રાઠોડે જબરદસ્ત ક્ષમતા અને આત્મવિશ્વાસ સાથે તારીખ ૮મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ અડધી રાત્રે અઢી વાગ્યે માઇનસ શૂન્યથી નીચેના તાપમાને, કે જ્યારે બર્ફીલા ગ્લેશિયર કઠણ થઈ જાય છે તેવા અનુકૂળ સમયે લક્ષ નીર્ધાર સાથે ચહેલકદમી કરીને, વહેલી સવારે જ્યારે સૂર્યના કિરણોએ સમગ્ર હિમાલયન વેલીને અજવાળી દીધી હતી ત્યારે, અને ગ્લેશિયર પીગળવાનું શરૂ થાય તે પહેલા ૮:૨૫ વાગ્યે KY1 ના ફલક ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવી, ડાંગનું નામ ફરી એકવાર સ્વર્ણક્ષરે અંકિત કર્યું છે.

આ સિદ્ધિ હાંસલ કર્યાની જાણ થતાં જ ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા એવા કલેકટર શ્રી મહેશ પટેલે જિલ્લા પ્રશાસન વતી ડાંગના નવયુવાન પર્વતારોહકને ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है