
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડીયાપાડા નાં ખૂરદી ગામે કુટુંબી સગીર વયની બહેન સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ને કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી;
દેડીયાપાડા ના ખુરદી ગામે કુટુંબીક સગીર વયની બહેન સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ને રાજપીપળા કોર્ટે ૧૦ વર્ષની કેદ અને ૧.૫૦ લાખ વળતર ચૂકવવાની સજા ફટકારી છે.
પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે આ કામના આરોપી જીજ્ઞેશભાઈ ખુમાનસીંગભાઈ વસાવા ફરીયાદી બહેનને પોતાના ઘરના આંગણા માં બોલાવી ફરીયાદી બહેન સગીર વયની હોવાનું જાણવા છતા ફરીયાદીને પટાવી ફોસલાવી બળાત્કાર કરવાના ઈરાદે પોતાના ઘરમાં લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ કરી ફરીયાદીને ધાક ધમકી આપી કહેલ કે તુ આ વાતની જાણ તારા ઘરમાં કોઈને પણ કહીશ તો હું તને મારી નાખીશ અને તારા ઘરના માણસો જો મને કાંઈ પણ કહેશે તો હુ તેઓ બધાને ગામમાં નહી રહેવા દઉં અને ગામ માંથી ભગાડી મુકીશ તેવું કહી ફરીયાદીને ધાક ધમકીઓ આપેલ અને આ બનાવની વાત ફરીયાદીએ તેમની માતાને કરતા સાહેદનાઓ આ બાબતે આરોપીને કહેવા જતા આરોપીએ ભોગ બનનાર સગીરાની માતાએ ગાળો બોલી ધમકીઓ આપી હતી આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ શ્રી એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૭૬, ૩૭૬(૨)(એફ)(એન), ૫૦૪, ૫૦૬(૨) તથા પોકસો અધિનિયમ કલમ-૪, પ(એલ)(એન), ૬, ૯(એલ)(આર) ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની કેદની સજા તથા રૂ.૧,૫૦,૦૦૦ /– વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા