રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે ૧ વખત સિલિન્ડર રીફીલ કરી આપવામાં આવશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

તાપી જિલ્લા જાહેરજનતા જોગ સંદેશ:

“પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” (PMUY) હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે ૧ વખત સિલિન્ડર રીફીલ કરી આપવામાં આવશે.

 વ્યારા,તાપી: રાજ્ય સરકારશ્રીના ઠરાવથી “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના તમામ તબક્કાના લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામૂલ્યે ર(બે) ગેસ સીલીન્ડર આપવા માટે “Extended રાજ્ય PNG/LPG સહાય યોજના” હેઠળ અમલવારી માટે ઠરાવેલ છે. રાજ્યમાં તેની અમલવારી તા.૧૮/૧૦/૨૦૨૨ના રોજથી શરૂ થયેલ છે.
આ યોજના અન્વયે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નાં ઓક્ટોબર-૨૦૨૨ થી ડીસેમ્બર-૨૦૨૨ અને જાન્યુઆરી-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૩ એમ કુલ ૨ ક્વાર્ટરમાં દરેક ક્વાર્ટર દીઠ ૧ એમ કુલ ૨ LPG બોટલનું વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવાની જોગવાઈ છે જે ધ્યાને લેતાં પ્રથમ રીફીલીંગની મુદ્દત ૩૧મી ડીસેમ્બર ૨૦૨૨નાં રોજ પૂર્ણ થયેલ છે. પ્રથમ ક્વાર્ટરમાં ખુબ જ ઓછા ગ્રાહકો દ્વારા રીફીલીંગ કરાવવામાં આવેલ છે એટલે કે ખુબ ઓછા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધેલ હોવાનું જણાયેલ છે.
આમ, બીજા ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરી-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૩નાં સમયગાળા દરમ્યાન તાપી જિલ્લાનાં જરૂરીયાતમંદ લાભાર્થીઓ સરકારશ્રીની આ પ્રજાલક્ષી યોજનાનો મહત્તમ લાભ મેળવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ જનતાને અખબારી યાદી દ્વારા અનુરોધ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है