
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડા તાલુકામાં પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા વિનામૂલ્યે મીથીલીન બ્લુનું વિતરણ:
ડેડીયાપાડાનાં આંતરિયળ ગામોમાં પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે મીથીલીન બ્લુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળ માં સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલ કોરોના રક્ષિત મીથીલીન બ્લૂ દવાની માંગ વધી રહી છે ત્યારે ભરૂચ ખાતે આવેલ પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેડીયાપાડા પંથકમાં મીથીલીન બ્લુનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેને લઇને કોરોના થી બચવા આયુર્વેદ નો પણ સહારો લોકો લઈ રહ્યા છે. ત્યારે મીથીલીન બ્લુ થી કોરોના સામે લડવા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતો હોવાથી લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોના મહામારી માં લોકો સેવાકીય પ્રવૃતિઓ માં લાગ્યા જેમાં ભરૂચ ખાતે આવેલ પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે મીથીલીન બ્લુનું વિતરણ આદિવાસી વિસ્તાર જેવા કે ડેડિયાપાડા તાલુકા માં પણ જેને જરૂર છે અને સંપર્ક કર્યો છે એવા લોકો ને પણ આ સમાજ ના આગેવાનો જેવા કે ભાવિન પટેલ, તેજસ પટેલ, ભરતભાઈ માસ્ટર, પ્રજ્ઞેશભાઈ દ્વારા આદિવાસી વિસ્તાર માં પણ પોહચાડવા માં આવ્યું છે ખરેખર આ યુવાનો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે અને લોકો ની સેવા કરવા માં આવી રહી છે એ ખરેખર વખાણવા લાયક છે .