બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

પરપ્રાંતીય મજૂરોની મજબૂરી કહો કે વતન જવાની જીદ?

સુરતજીલ્લાનાં પલસાણામાં ૨૦૪ પરપ્રાંતીય લોકો વતનને બદલે ધકેલાયા જેલમાં! વતન જવાની જીદમાં પોલીસ પર કર્યો હતો પથ્થર મારો:

શ્રોત: ગ્રામીણ ટુડે સુરત, પ્રતિનિધિ 

પરપ્રાંતીય મજૂર કામદારોની મજબૂરી કહો કે વતન જવાની જીદ;  સુરત જીલ્લાનાં પલસાણામાં  પરપ્રાંતીય લોકો વતન જવાની જીદને લઈને બન્યાં એટલાં તોફાની કે વતન જવાની જીદમાં પોલીસ જવાનોની ટીમ પર કર્યો હતો પથ્થર મારો પોલીસે કરી ૨૦૪ પરપ્રાંતીય મજુર કામદાર  લોકોની IPC 307-120B ,રાયોટીંગ ગુના હેઠળ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી એક્ટ હેઠળ  ઘરપકડ;

સુરત, પલસાણા, વલસાડ,અમદાવાદ સાથે  અનેક જગ્યાએ પરપ્રાંતીય લોકોની ધીરજ ખૂટી: 

જે લોકો પોતાનાં માદરે વતન જવા ઉત્સુક છે તેઓ જેલ નાં પહોંચી જાય તેની રાખે કાળજી…….. રાજ્ય પોલીસ વડા

આંતર જિલ્લાઓમાં જવા માટે જરૂરી છે પાસ પોલીસ  લોકડાઉનમાં અમલવારી માટે બનશે   કડક; રાજ્ય અને જીલ્લાની હદો પર પોલીસની બાજ નજર:  સાંજનાં ૭ વાગ્યાથી સવારનાં ૭ વાગ્યા સુધીમાં સંપૂર્ણ હેરફેર બંધ અમુક અવર જવરને જ મંજુરી;

બહાર ગામથી માદરે વતન જતાં લોકો માટે બહાર પડાય ગાઈડલાઈન્સ:  ૧૪ દિવસ કોરોનટાઈન થવું જરૂરી અને રાજ્યનાં બીજા જીલ્લામાં જતાં લોકોએ ૧ મહિના બાદ પરત ફરવાં અપાશે મંજુરી;  રાજ્ય  સરકારે અન્ય રાજ્યોમાં ૧૮ ટ્રેન દ્વારા ૨૧૦૦૦ લોકોને ક્રમબધ મોકલવા કર્યું છે આયોજન; 

સોસિયલ મીડિયા અપડેટ;  સોસિયલ મીડિયામાં અફવાઓ ન ફેલાય માટે સોસિયલ મીડિયા મોનીટરીંગ સેલ રાખે છે બાજ નજર, મજુર અને કામદારોને અન્ય રાજ્યમાં જવા  બાબતે પરપ્રાંતીય લોકોને રાજ્ય પોલીસ વડાની અપીલ, તંત્રને સહયોગ આપે અને ધીરજ રાખે તે જરૂરી; સરકાર કરી રહી છે વ્યવસ્થા;  કાલે ૧૫ સોસિયલ મીડિયા એકાઉન્ટ કર્યા બંધ, ૧૩ ગુનાઓ નોધ્યાં અને અત્યાર સુધીમાં ૬૧૧ સોસિયલ એકાઉન્ટ કરાયા બંધ; કુલ રાજ્યમાં ૬૫૭ ગુનાઓમાં ૧૩૬૧ લોકોની થઇ છે ધરપકડ..  સોસિયલ મીડિયાનો ખરાબ  ઉપયોગ પોહ્ચાડી સકે છે જેલમાં ; 

આજે ભારતભરમાં મજુર અને કામદાર પોતાનાં વતન જવાની ધીરજ ખૂટી ગઈ છે, ને  ઉતાવળો બન્યો છે ત્યારે ભાડાં મુદ્દે અન્ય પાર્ટીઓ સરકારને ઘેરી રહી છે,  અને મજદૂરો અને કામદારોનાં લીડરોએ કરી લીધી રોકડી? વતન જવા નીકળી ચૂકેલાં કામદારો અટવાયાં રાજ્યની બોર્ડર પર સુરતમાં રીટન આવ્યાં સેકડો વાહનો;   તંત્રની મદદ વિના રાજ્યની બોર્ડર પાર કરવી મુશ્કેલ તેવાં સંજોગોમાં ધીરજ રાખવીઅને તંત્રને સહયોગ આપવો  જરૂરી…રાજ્ય પોલીસ વડા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है