શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ
સુરત જિલ્લાના હરીપુરા ગામે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા હરીપુરા ખાતે રાત્રિ સભાનું આયોજન: ગ્રામજનો સાથે સવાંદ યોજાયો:
સુરત: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શૃંખલામાં આગામી ૧૯મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાં આયોજિત આઇકોનિક કાર્યક્રમ ઉજવણી તા.૧૯ થી ૨૩ જાન્યુઆરી સુધીના સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયું છે. તે મુજબ સુરત જિલ્લાના હરીપુરા ગામે એડીશનલ ડી.જી.પી. રેંજ સુરત અને પોલીસ કમિશ્નરશ્રી સુરત, અને જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના હરીપુરા સહિત દેશભરમાં ઇમ્ફાલ, કોહીમાં, કટક અને કલકત્તા જેવા વિવિધ સ્થળે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીઆ ભાગરૂપે નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવનકવનને યાદ કરતા કાર્યક્રમો યોજાશે. દેશની આઝાદીમાં નેતાજીના સવિશેષ યોગદાનનાં સ્મૃતિરૂપી આ કાર્યક્રમો પણ હરીપુરા ખાતે સુરત જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક અને અધિકારીશ્રીઓની ટીમ દ્વારા આજે હરીપુરા ગામની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં ૧૯૩૮માં નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રમુખ પદે કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું. હરીપુરા ગામે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને રાત્રિસભાનું આયોજન કરી ગ્રામજનો સાથે સર્વાદ કર્યો હતો. અને ગ્રામજનો સાથે તા.૧૯ જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમો અંગે ચર્ચા વિચારના કરી હતી. કલેકટરશ્રીએ હરીપુરા ગામેના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મ જયંતી નિમિતે હરીપુરા ગામે અને સુરત ખાતે યોજાનારા સૂચિત કાર્યક્રમો મુજબ તા.૧૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે હરીપુરા ગામે નેતાજીની પ્રતિમાને ફૂલમાળા અર્પણવિધિ, પ્રભાતફેરી અને સાયકલ રેલી હરીપુરાથી બારડોલી સ્વરાજ આશ્રમ સુધી અને આ સાયકલ રેલી સુરત સુધી આવશે જેમાં ૨૦૦ યુવાનો જોડાશે. સમગ્રયતા કાર્યક્રમ એડીશનલ ડી.જી.પી.શ્રી રેંજ સુરતના માર્ગદર્શન હેઠળ હરીપુરા ગામે પોલીસ, મહિલા પોલીસ, એન.સી.સી., બી.એસ.એફ. બેન્ડ દ્વારા પણ કાર્યક્રમો યોજાશે. શાળા-હાઈસ્કૂલોમાં નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન પ્રારંભ થયેલ છે, બપોરે ૧૨ વાગ્યે વીર નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલ ખાતે સાહિત્યકારશ્રી વિષ્ણુ પંડ્યા અને વક્તાશ્રી જય વસાવડાનું પ્રેરક વક્તવ્યનું પણ આયોજન કરાયું છે.
ત્યારબાદ સાંજે ૪ વાગ્યે સુરત પોલીસ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઈન્સ ખાતે બી.એસ.એફ. બેન્ડનો કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ, રંગોલી અને ઇનામ વિતરણનું આયોજન કરાયું છે.
જેથી સુરત શહેર અને જિલ્લાની જનતાને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ અપાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીએ મહાસભા માટે બારડોલી તાલુકાના હરીપુરા ગામને પસંદગી આપતા તારીખ ૦૧-૦૨-૧૯૩૮ના રોજ સંમેલન યોજાયું હતું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંમેલન સફળ રહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી ૨૦૦૯માં હરીપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને વાંસદા સ્ટેટ મહારાજાશ્રી દ્વારા જે રથ નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે આપ્યો હતો તે જ રથમાં બેસીને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સભા સ્થળે આવ્યા હતા.