શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ગ્રાહકોને કૃષિ તેમજ સંલગ્ન ખેત પેદાશો સીધા ખેડૂતો પાસેથી ખરીદી શકે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલ વિકસાવવામાં આવ્યું.
નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. સી. કે. ટીંબાડીયાના માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટીના આઇ. ટી. વિભાગ દ્વારા ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. જેમા ખેડુતમિત્રો પોતે ઉત્પન્ન કરેલી કૃષિ તેમજ સંલગ્ન પેદાશોનુ આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવીને સીધા જ ગ્રાહકો સાથે સીધો સંપર્ક આવી તેનું સીધુ વેચાણ કરી શકે તેવું માળખુ વિકસાવવામાં આવેલ છે. આઇ.ટી.વિભાગ ન.કૃ.યુ., નવસારીના અધિકારી શ્રી ચિરાગ નાયક દ્વારા ખેડુતમિત્રો આ પોર્ટલ પર કઇ રીતે રજિસ્ટ્રેશન કરાવીને ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરે તેની વિસ્તૃત માહીતી તાલીમ દ્વારા સમજાવવામાં આવી હતી.
તાપી જિલ્લાના ખેડુતોને વેચાણ માટે ખુબજ ઓછા વિક્લ્પો છે અને સીધા ગ્રાહકોને કૃષિ ઉત્પાદન વેચવા ખેડુતોને વધુ સારા ભાવ મળી શકે તે હેતુથી આ ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. તાપી જિલ્લાની મુખ્ય ખેત પેદાશો જેવી કે ડાંગર, મગ, તવેર, સોયાબીન તેમજ બાગાયતી પાકો જેવા કે કેરી, ભીંડા, રીંગણ, મરચા, શક્કરટેટી, પપૈયા જેવા પાકો ઉપરાંત ખેતપેદશોમાંથી બનાવવામાં આવતી મુલ્યવર્ધિત બનાવટો જેવી કે હર્બલહેર ઓઇલ, વિવિધ મસાલા, પાપડ-પાપડી, અથાણું વગેરેનું સીધુ ખેડુતો પાસેથી ગ્રાહકો પાસે જાય જેથી ખેડુતોને પૌષણક્ષમ ભાવ મળી રહે તેવો હેતુ આ પોર્ટલનો છે. જેથી તાપી જિલ્લામાં રહેલ તમામ ખેડુતમિત્રોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા, જી. તાપી દ્વારા આ પોર્ટલનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. ઉપરોક્ત દર્શાવેલ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવા માટે ખેડુતમિત્રો દ્વારા કોઇપણ શુલ્ક ચુકવવાનો રહેતો નથી. આ સુવિધા ખેડુતો માટે સંપુર્ણ રીતે નિઃશુલ્ક છે.
ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે તાપી જિલ્લાના ખેડુતમિત્રોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાનો સંપર્ક કરવા વિનંતિ છે;