
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ પ્રતિનિધિ
સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા ખાતે પોલીસ મથક આવેલું છે, આ પોલીસ મથકમાં તાલુકાનાં આંબાવાડી ગામનાં વતની સુરેશભાઈ નગીનભાઈ ચૌધરી કે રાજ્ય ભરમાં વિવિધ પોલીસ મથકો ખાતે ૨૮ વર્ષ સુધી ફરજ બજાવી હાલમાં માંગરોળ પોલીસ મથક ખાતેથી પોલીસ કોસ્ટેબલનાં હોદ્દા ઉપર ફરજ બજાવી વ્યનિવૃત થતાં એમને વિદાય આપવા માટે પોલીસ મથક ખાતે પોલીસ સ્ટાફ પરિવાર તરફથી વિદાય સભારંભનું આયોજન પી.એસ.આઇ.પરેશ એચ.નાયીની હાજરીમાં કરવામાં આવ્યું હતું, સુરેશભાઈની ૨૮ વર્ષ સુધી પોલીસ ખાતામાં કોઈ પણ પ્રકારનાં વાદ વિવાદ વીનાં જે ફરજ બજાવી છે એની પ્રશસા કરવામાં આવી હતી, દરેક સ્ટાફગણ તરફથી પુષ્પ ગુચ્છ અર્પણ કરી, શાલ ઓઢાડી, શ્રીફળ અને સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે જયકીશનભાઈ,અરવિંદભાઈ, ચેતનભાઈ, પાંડુભાઈ, જયપાલસિંહ સહિત સ્ટાફ ગણ હાજર રહ્યો હતો, એમનું નિવૃત્તમય જીવન સારી રીતે અને તંદુરસ્તમય પસાર થાય એવી દરેકે શુભેચ્છા પાઠવી હતી.