રાષ્ટ્રીય

દીકરીઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા “અમૃતપેક્સ પ્લસ-2023”ની ઉજવણી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા “અમૃતપેક્સ પ્લસ-2023”ની ઉજવણી:

9મી અને 10મી ફેબ્રુઆરીના રોજ, ભારતીય ટપાલ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવશે

તાપી : “સુકન્યા સમૃદ્ધિ યોજના” અંતર્ગત અમૃતપેક્સ પ્લસ” એ માનનીય વડાપ્રધાન દ્વારા 22 જાન્યુઆરી 2015 ના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી હતી. જે અન્વયે ભારતીય ટપાલ વિભાગ દ્વારા અમૃતપેક્સ પ્લસ-2023ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ ઉત્સવ દરમિયાન આગામી તા. 09.02.2023 અને 10.02.2023 ના રોજ, ભારતીય ટપાલ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવાના છે. જેનો ઉદ્દેશ્ય દેશની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે. આ યોજનાની મુખ્ય વિશેષતાઓમાં બાળકી માટે જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી બાળકીના નામે ખાતું ખોલાવી શકાય છે, એક બાળકીના નામથી માત્ર એક જ ખાતું ખોલી શકાશે.ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે.ખાતું ખોલાવવા માટે બાળકીની જન્મ તારીખનું પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી છે. ખાતું ઓછામાં ઓછા રૂ.250/- સાથે ખોલી શકાય છે. ત્યાર બાદ 50રૂ.ના ગુણાંકમાં રકમ જમા કરાવી શકાય છે. નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ.250/- જમા કરાવવા જરૂરી છે. એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ રૂ.1,50,000/- જમા કરાવી શકાય છે.સરકાર દ્વારા સમયાંતરે સૂચિત દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ખાતામાં ચૂકવવાપાત્ર છે. ખાતાધારકના શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા માટે પાછલા નાણાકીય વર્ષના બાકીના 50% ઉપાડી શકાય છે.
આ ખાતું ભારતમાં ગમે ત્યાં એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે. પાકતી મુદત 21 વર્ષે વાર્ષિક 7.6% વ્યાજ દર સાથે કલમ 80સી હેઠળ આવકવેરામાં મુક્તિ મળવા પાત્ર છે.

જો માતા-પિતા તેમની એક વર્ષની પુત્રી માટે આ ખાતું ખોલાવે અને તેમાં રૂ. 1,000/- પછી ખાતાધારકની 21 વર્ષની પરિપક્વતા પર, ખાતાધારકને રૂ. 5,10,373/- (વર્તમાન વ્યાજ દર 7.6% મુજબ) ની રકમ પ્રાપ્ત થશે. જેનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ અને પુત્રીના લગ્ન જેવી જવાબદારીઓ નિભાવવા માટે કરી શકાય છે. તેવી જ રીતે, જો ખાતામાં રૂ. 5,000/- જમા થાય છે પછી પાકતી મુદતે રૂ. 25,51,855/- ની મોટી રકમ પ્રાપ્ત થશે.

આ યોજન અંગે કોઈ પણ પ્રકારની માહિતી કે વિગતો માટે બારડોલી પોસ્ટલ સર્કલના પોસ્ટલ અધિક્ષક શ્રી અરવિંદ કુમાર, મોબાઈલ નં.9429198085, ઈ-મેલ સરનામું: dobardoli.gj@indiapost.gov.in અને pmg_vadodara@indiapost.gov.in પર સંપર્ક કરી શકાશે. એમ નિયામકશ્રી ટપાલ સેવા અધિકારીશ્રી એસ શિવરામની અખાબરી યાદીમાં જણાવ્યું છે.

“ચાલો સાથે મળીને સુકન્યા ખાતા સાથે દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરીએ”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है