શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કૌનશીલ દ્વારા સુરતના જોલવા ખાતે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનુ સન્માન અને પોલીસ વિભાગના કર્મયોગીઓનું સત્કાર સમારોહ યોજાયો:
માનવ અધિકાર ને લઈ વિશ્વ સ્થરે કાર્ય કરતી ડૉ. સન્ની શાહ સાહેબના નેતૃત્વ મા ભારત ના અનેક રાજ્યોમાં માનવ જાગૃતિ ને લઈ કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કૌનશીલ દ્વારા આજરોજ સુરત, કડોદરાના જોલવા ખાતે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને માનવ અધિકાર ના કાર્યકર નો જાગૃતિ કાર્યક્રમ અને પોલીસ વિભાગના કર્મયોગીઓનું સત્કાર સમારોહ નુ આયોજન ihrc ના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ, ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું,
આજનો કાર્યક્રમ ડૉ. સુનિલકુમાર ગામીત પ્રમુખશ્રી (વેસ્ટન ઇન્ડિયા ઝોન)ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
સમગ્ર કાર્યક્રમના મુખ્ય અતિથિ પલસાણાના પી. આઈ એન. વી. વસાવા સાહેબ, ગામનાં પ્રથમ નાગરિક સરપંચશ્રીએ આખર સુધી હાજરી આપીને વિદ્યાર્થી અને વાલીઓ અને ગ્રામજનો માટે પ્રોત્સાહનનુ કારણ બન્યા હતા.
આજના કાર્યક્રમના પ્રસંગિક વક્તવ્ય મા સુનિલકુમાર ગામીત દ્વારા જાણવવામાં આવ્યું હતું કે ડૉ.સન્ની શાહ સાહેબ ની આગેવાની મા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કૌનશીલ દ્વારા સમગ્ર દેશભર મા માનવ જાગૃતિના ભાગરૂપે અનેક કાર્યક્રમ નુ આયોજન થઈ રહયું છે, દરેક શહેર અને ગ્રામ્ય કક્ષાએ થી લઈ ઘર ઘર સુધી માનવ અધિકાર નો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહયો છે.
આજના કાર્યક્રમમા સ્કુલના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે માનવ અધિકાર ના નવ નિયુક્ત મેમ્બર્સનુ જોઇનિંગ લેટર અને તેઓને માનવ અધિકાર બાબતે ની જાગૃતિ કાર્યક્રમ અને કડોદરા અને પલસાણા વિભાગના પોલીસ કર્મીઓનુ ઉમદા કાર્ય અને ફરજ દરમિયાન કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ અને 24×7 લોક સેવા, સુરક્ષા માટે કાર્યરત પોલીસ વિભાગના કર્મયોગીઓનુ સાલ ઓડાડી પુષ્પ ગુચ્છ આપી અને મેડલ,મોમેન્ટો આપી પી એસ આઈ, એ એસ આઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહિલા પી એસ આઈ અને હેડ કોન્સ્ટેબલ નુ બહુમાન ગામનાં અનેક અગ્રણીઓ અને માનવ અધિકાર ની ટીમના હોદેદારો તથા મેમ્બર્સ દ્વારા સન્માનિત કરવામાં કરવામાં આવ્યા હતા.
આ સાથે રિટાયર્ડ ઇન્ડિયન આર્મી કર્નલ સરોજકુમાર શાહુજી નુ બહુમાન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમ મા માનવ અધિકારના અનેક કાર્યકર, ગામનાં સરપંચ શ્રીમતિ કલ્પનાબેન મા. સરપંચ મહેશભાઈ નાયક, જોલવા સ્કુલ smc ના સભ્ય સચિવ અને આચાર્ય છોટુભાઈ, રાજેન્દ્ર એસ. માહલે ફુલમાળી સમાજનાં પ્રમુખ અને મેડિકલ કોલેજના પ્રોફેસર, દિવ્ય નજર ગુજરાત પેપર ના માલિક મહેશભાઈ ચૌધરી તાપી કિંગ ન્યુઝ પેપર ના માલિક રાકેશભાઈ ચૌધરી વ્યારા, ગીરીશભાઈ આહીર જિલ્લા પંચાયત સભ્ય અને નગરપાલિકા કોર્પોરેટર તથા દિનેશભાઈ લાલચંદ શાહ, પ્રમુખ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના અને ફિલ્મ કલાકાર મુરલીધર પુના માળી નાઓ સહીત ગામનાં અનેક અગ્રણીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ihrc ના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ, ગુજરાત રાજ્ય બોર્ડના પ્રમુખ દેવેન્દ્ર માળી (દેવાભાઇ) અને ઉપપ્રમુખ મનીષભાઈ મિસ્ત્રી, મહામંત્રી સંજયભાઈ ભગત, વશરામભાઇ મેર રમેશ પટેલ, ગુડિયા સીંગ, અસ્વિન દેસાઈ, ગુલાબસિંગ રાજપૂત, આકાશ ઉમાલે, સુજીત ગુપ્તા, વિકાસ ઉમાલે સાથે તેમની માનવ અધિકાર મેમ્બર્સની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનવવા ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમ ના અંતે દરેક નામી અનામી સર્વે લોકોનો સફળ કાર્યક્રમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને મીડિયા કવરેજ કરનાર તમામ પત્રકાર મિત્રો નો હાજરી આપવા બદલ શ્રી.દિનેશભાઈ લાલચંદ શાહ (પ્રમુખ)એકતા ચેરિટેબલ ટ્રસ્ટનાઓ દ્વારા આભાર પ્રવચન કરવામાં આવ્યું હતું.
પત્રકાર: ફતેહ બેલીમ સુરત