શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પર ૨૮ વર્ષ પહેલા થયેલા ૫ કેસોમાં નિર્દોષ છુટકારો.
વાલિયાના જીઇબીના જુનિયર એન્જિનિયર દ્વારા દસ દિવસમાં થયેલા પાંચ કેસ રાજકીય અદાવત રાખી કરાયા હોવાનું છોટુભાઈ વસાવાએ જણાવ્યું.
જનતા દળના તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલ જનતા દળ માંથી ધારાસભ્યોને કોંગ્રેસમાં લઈ જતા છોટુભાઈ વસાવાએ તેનો વિરોધ કર્યો હોય જેની રાજકીય અદાવત રાખી ફરિયાદો કરવામાં આવી હતી તેમ છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું.
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પર ૧૯૯૩ ના વર્ષમાં તેમના ગામ ધારોલી ગ્રામ પંચાયતની બોરમાંથી લાઈન જોડી વીજ ચોરી કરાતી હોવાના શક ના આધારે ત્રણ ફરિયાદો જીઈબી વાલિયાના જુનિયર એન્જિનિયર કે એમ પરમાર તથા એમ.એ ભાવસાર દ્વારા જોઈન્ટ માં કરવામાં આવી હતી તથા બીજી બે વિજ ચોરીની ફરિયાદો શક ના આધારે પર આર પી ગોટાવાલા તથા એમ.એ ભાવસાર દ્વારા વીજચોરી બાબતની ફરિયાદ ઝઘડિયાના ધારાસભ્ય વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. છોટુભાઈ વસાવા પર દસ દિવસમાં થયેલ પાંચ ફરિયાદ ઝઘડિયા કોર્ટમાં ચાલતી હતી ગુજરાત હાઇકોર્ટના તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના મુજબ પાંચ વર્ષ જૂના તમામ કેસોની રેડ માર્કિંગ કરવાનો હુકમ કરેલ હોય આ કેસ પાંચ વર્ષ જૂનો હોય અને રેડ માર્કેટિંગ કરવામાં આવે છે તેવી નોંધ પણ કરવામાં આવી હતી પરંતુ આ કેસો ફરીથી રિઓપન કરવામાં આવ્યા હતા. ૨૮ વર્ષથી વધુ ચાલેલા આ વીજ ચોરીના કેસમાં આજરોજ ઝઘડિયા કોર્ટે ધારાસભ્ય છોટુ વસાવાના ને તમામ પાંચ કેસોમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે જનતા દળ શાસન ગુજરાતમાં હતું ત્યારે ચીમનભાઈ પટેલ દ્વારા જનતા દળના ધારાસભ્યોને લઈ કોંગ્રેસ માં સામેલ થઈ ગયા હતા તેમની સાથે હું કોંગ્રેસમાં નથી ગયો તેથી આ ખોટા કેસ કરી મને ફસાવવા માટે સાજીશ કરી હતી. પહેલા કોંગ્રેસે અને હવે ભાજપે તે સાજીસ કરી છે. યેનકેન પ્રકારે સત્તા મેળવી રાખવા આવા લોકો પેતરા કરતા હોય છે જેનો આજે ચુકાદો આવી ગયો છે અને કોર્ટ દ્વારા મને તમામ કેસોમાં નિર્દોષ છોડવામાં આવ્યો છે.