શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
કોરોના મહામારીને ધ્યાનમાં લઇ રાખવામાં આવ્યો હતો કડક બંદોબસ્ત: તંત્ર ગઈકાલ થી જ રહયું ખડે પગે:
ભરૂચ: દિલ્હીમાં બુધવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થયા બાદ વિશેષ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો આ સમયે ગુજરાત કોંગ્રેસનાં અનેક દિગ્ગજ નેતાઓ પરિવારની સાથે દુઃખદ પળમાં રહયા સાથે, અને ત્યાર બાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં પાર્થિવ દેહ રાતે રખાયો હતો. જે બાદ આજ સવારે અહેમદ પટેલને તેમના વતન પિરામણ ખાતે તેમની દફન વિધિ કરવામાં આવી હતી. અને ખાસ સ્વ. અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામા આવી હતી.
રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભરૂચ જીલ્લાનાં પિરામણ ખાતે આજે વહેલી સવારથી આવી પહોંચ્યા હતા રાહુલ ગાંધીએ અહેમદ પટેલના જનાઝાને કાંધ આપી હતી, જ્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મરહુમ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપતા પુષ્પ ગુચ્છ મોકલ્યા હતા, સ્વ.અહેમદ પટેલની અંતિમ યાત્રામાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ જેમકે હાર્દિક પટેલ, અર્જૂન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ,શંકરસિંહ વાઘેલા,જયંત બોસ્કી સહિતના અનેકો ધારાસભ્યો એમ ટોચના નેતાઓ સ્વ. અહેમદ પટેલના અંતિમવિધિમાં હાજર રહ્યા હતા. સ્વ.અહેમદ પટેલના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન માટે સંખ્યામાં રાજકીય કાર્યકરો અને સામાન્ય લોકો ભેગા થયા છે.