
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ કમલેશ ગાંવિત વાંસદા:
વાંસદા નગરમાં શનિવારે ઇસ્લામના આખરી પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસે શાંતિ અને ભાઈચારાનો સંદેશો વહેતો થયો…
“સરકાર કી આમદ મરહબા” ના નારાથી રાજમાર્ગો ગુંજી ઉઠયા હતા. દેશપ્રેમ અને કોમી એકતાના થયા દર્શન..
વાંસદા તાલુકામાં શનિવારે સવારે ઇસ્લામના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે વાંસદાના રાજમાર્ગ પર ભારે ઉત્સાહથી ભવ્ય જુલૂસ નીકળ્યા હતા. ઇસ્લામની બુનિયાદ અમન શાંતિ ભાઈ- ચારાનો સંદેશો વેહતો થયો હતો. વાંસદા ચંપાવાડી નાદીર શાહ બાવાની દરગાહથી જુલૂસ નીકળી જમાદાર ફળિયું ટાવર થઈ મસ્જિદ ફળિયું, માછીવાડ, નવાફળીયા,ખાંભલા ઝાંપા થઈ હઝરત ગેબન શાહ બાવાની દરગાહ થઈ વાંસદા મેઈન બજાર ટાવર પાસે જુમ્મા મસ્જિદમાં આવી પહોંચ્યા હતા. જેમાં મુસ્લિમ સમાજનાં સુન્ની જમાતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. અને જેમાં ઇદે મિલાદ જુલૂસના પ્રમુખ ઝુબેર ઇબ્રાહિમ, વાંસદા મુસ્લિમ સુન્ની જમાતના ટ્રસ્ટીઓ જુનેદખાન ફરીદખાન પઠાણ, જાવેદ અબ્દુલ ગની દરેબી, ઝાકીર હુસૈન શાબિર શેખ, નુર મોહમ્મદ હનીફ શેખ. જેમાં વાંસદા ગામના સેકડો મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો. પયગંબર સાહેબે સમગ્ર માનવજાતને આપેલો શાંતિ ભાઈ ચારાનો શુભ સંદેશો લોકો સુધી વહેતો કર્યો હતો. ઘરો અને મસ્જીદો મદ્રેસાને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. અને નિયાઝનો કાર્યક્રમો પણ યોજાયો હતો. સરકાર કી આમદ મરહબા ના નારાથી રાજમાર્ગો ગુંજી ઉઠી યા હતા. દેશપ્રેમ અને કોમી એકતાના દર્શન થયા હતા.