શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ની સુચના મુજબ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.તથા સી.એમ. ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તેમજ એલ.સી. બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા સાગબારા પો.સ્ટે.ના ગુનામાં ૧૦૮ એમ્બુલન્સમાં થયેલ ચોરીની તપાસમાં હતા દરમ્યાન પો.ઇન્સ. એલ.સી.બી.એ ટેક્નીકલ સર્વે ના આધારે મોબાઇલ ચોરી કરનાર વ્યક્તિ ભાવનગર જીલ્લામાં હોવાની બાતમી મળતા એલ.સી.બી. સ્ટાફ મારફતે આરોપીની ભાવનગર ખાતે તપાસ કરતા આ આરોપી ટ્રકમાં ક્લીનર તરીકે હોય અને ટ્રક સાથે મહારાષ્ટ્ર ગયેલ હોય જેની વોચ રાખી અક્કલકુવા તરફથી આવતો હોવાની બાતમી મળતા સી.એમ.ગામીત તથા એલ.સી. બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા સાગબારા ખાતે વોચ રાખી હોય જ્યાં આરોપી હુસૈન મીરભાઇ ગાહા ( સંધી ) રહે . ડુંગર તા.રાજુલા જી.અમરેલીનાને ઝડપી ગુનાના કામે ૧૦૮ એમ્બુલન્સમાંથી ગયેલ મુદામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને સાગબારા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો છે.