શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
- અમિયાર પાસે બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થતા બંને ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો:
- એકને કેબિન માંથી લોકોએ બહાર કાઢ્યો હતો, અન્ય એક કેબિનમાં ફસાતા લોકોએ બહાર કાઢ્યો:
સાગબારા તાલુકાના અમિયાર ગામ પાસે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતા લોકોએ દોડી આવી બહાર કાઢી સાગબારા સામૂહિક કેન્દ્રમાં ખસેડ્યો હતો. ક્લીનર કૂદી પડતા આબાદ બચાવ થયો હતો. જ્યારે અકસ્માતમાં બંને ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.
સાગબારાથી માત્ર 3 થી 4 કિ.મી. દૂર અમિયાર પાસે ગુજરાત થી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક અને મહારાષ્ટ્ર થી ગુજરાત તરફ આવતી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં એક ચાલકનું મોત નિપજ્યુ હતુ, જ્યારે અન્ય એક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે આવી વાહન વ્યવહાર પૂર્વવત કરી ચાલકની લાશને સાગબારા CHC લઈ જવાની કવાયત હાથ ધરી હતી.