શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાનની આગાહી ના પગલે દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવાર થી વરસાદી વાતાવરણ:
દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે થીજ વરસાદ ની શરૂઆત થતાં ખેડૂતો માટે બન્યો ચિંતાનો વિષય;
માવઠા ની અસર દ્વારા પશુ ધન માટે નો ચારો, કપાસ, ડાંગર, ભીંડા, ઘઉં, તુવેર, જુવાર નાં ચોમાશું અને શિયાળુ પાકોને ભારે નુકશાન થવાની ભીતિ;
હવામાનની આગાહી ના પગલે દેડીયાપાડા નાં વિસ્તારમાં વહેલી સવાર થી વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી છે. અને શિયાળા ની આ ઋતુ માં ફરી છત્રીઓ, તેમજ રૈઈનકોટ પહેરવા મજબૂર થવું પડ્યું છે.
દેડીયાપાડા નાં મંડાળા, ગારદા, ખામ, ભૂતબેડા, ખાબજી, ભરાડા, અલ્માવાડી સહિત અનેક ગામો માં આજે સવાર થીજ વરસાદ વરસી રહ્યો છે.
દેડીયાપાડા નાં ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળા ના પાકમાં ખેડૂતો ને ભારે નુકશાન થાય તેવી સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં થઈ જવા પામી છે. જેમાં કપાસ, ડાંગર, તુવેર , જુવાર ના પાકને નુકશાન થવાની ભીતિ વર્તાઈ રહી છે.
કમોસમી વરસાદ થતાં ખેડૂતો માં ચિંતાનો વિષય થઈ જવા પામ્યો છે.