શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત
સુરત જીલ્લાના માંડવી તાલુકાના શિક્ષક ભવન ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે પરિમલ ચૌધરીની પ્રથમ નવલકથાનું વિમોચન કરવામાં આવ્યું;
સાહિત્ય અકાદમીની સહાયથી પ્રકાશિત થયેલી પરિમલ ચૌધરીની પહેલી નવલકથા ‘પ્રેમ પરાકાષ્ઠા’ 23-બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને પત્રકારત્વ વિભાગના લેકચરર, જન્મભૂમિ ગ્રુપના પત્રકાર અને બ્યુરોચીફના હસ્તે શિક્ષકભવન માંડવી ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, જન્મભૂમિ ગૃપના પત્રકાર ખ્યાતિબેન જોશી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, જૂનાકાકરાપાર ગામના સરપંચ આતિશભાઈ ચૌધરી. માંડવી સરપંચ એસોસિએશનના પ્રમુખ છનાભાઈ વસાવા, સરકૂઈ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ ચૌધરી, માંડવી શિક્ષક સોસાયટીના પ્રમુખ જશવંતભાઈ ચૌધરી, માંડવી શિક્ષક એસોસિએશનના મંત્રી અશોકભાઈ ચૌધરી, માંડવી તાલુકાના સહમંત્રી ગણપત સિંહ મહિડા હજાર રહીને નવોદિત લેખકને શુભેચ્છા પાઠવી હતી.
આ નવલકથા યુવકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. આ નવલકથામાં પ્રેમમાં, કે પછી એક તરફી પ્રેમમાં પડ્યા પછી આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા કરનારા યુવકોએ કઈ રીતે વિચારવું જોઈએ એ આ નવલકથામાં વર્ણાવવામાં આવ્યું છે.
પ્રભુભાઈ વસાવાએ નવોદિત લેખક પરિમલ ચૌધરીને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે મને આશા છે કે પરિમલ ચૌધરીની નવલકથા યુવકો માટે પ્રેરણા રૂપી સાબિત થશે. ક્યારેક એવું બને છે કે યુવક/યુવતીની આત્મહત્યા બાદ પરિવારને ઘણું દૂ:ખ સહન કરવા પડે છે. આજે આ યુવક લેખકનો વિચાર સમાજ કે રાજ્ય માટે જ નહીં આખા દેશના લોકો માટે ઉપયોગી થઈ શકે છે. આત્મહત્યા કરવા વિચારનારા લોકોએ કઈ રીતે વિચારવું જોઈએ તેવી વાત આ નવલકથામાં દર્શાવી હશે એવી મને આશા છે.
અતિથિ વિશેષમાં સુરતથી આવેલા લેક્ચરર, જન્મભૂમિ ગ્રૂપના પત્રકાર અને બ્યૂરો ચીફ ખ્યાતિબેન જોશીએ પરિમલ ચૌધરીને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે આજે મને બેવડી ખુશી છે આજે શિક્ષક દિવસ છે અને મારા શિષ્યની નવલકથાના વિમોચન કાર્યક્રમમાં અતિથિ તરીકે હું હાજર છું