શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
શારીરિક અત્યાચાર નો ભોગ બનેલ મહિલાની મદદ કરતી અભ્યમ્1-81 મહિલા હેલપલાઇન ડાંગ:
ડાંગ જિલ્લા ના આહવા પાસે ના ગામ ની એક પચીસ વર્ષ ની પરણિતા એ 181 મહિલા હેલપલાઇન મા કોલ કરી આપવીતી જણાવી હતી કે તેના પતિની ગેરહાજરી મા તેના જેઠ દ્વારા તેની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય આચરવામાં આવેલ છે, જેમાં મદદરૂપ બનવા વિનતી કરતા આહવા અભ્યમ રેસ્કું ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરણિતા ને રક્ષણ મળી રહે તે માટે આગળ ની કાર્યવાહી માટે વઘઇ પોલીસ સ્ટેશન મા ફરિયાદ અપાવવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ સાજના નામની 25 વર્ષ ની પરણિતા નામ બદલેલ છે તેના પતિ કંપની મા જોબ કરતા હોય છેલ્લા ત્રણ મહિના થી પોતાના ઘરે એકલી રહેતી હતી તેની એકલતા નો લાભ લઈ તેના જેઠ દ્વારા શારીરિક દુષ્કૃત્ય આચરવામાં આવેલ પરંતુ તેણે કોઈ ને જણાવેલ નહિ જેથી તેના જેઠ દ્વારા ફરીથી દુષ્કૃત્ય આચરવામાં આવેલ ગત રોજ ફરી થી રાત્રિ ના સુમારે ઘરે એકલી હતી ત્યારે તેના જેઠ દ્વારા બળજબરી કરવામાં આવેલ જેથી સાંજના એ 181 મહિલા હેલપલાઇન મા કોલ કરી પોતાની આપવીતી જણાવી હતી અને જેઠ દ્વારા થતો હેરાનગતિ મા છુટકારો અપાવવા વિનતી કરી હતી, અભ્યમ્ કાઉન્સેલર ગુના ની ગંભીરતા જોતા અને સાજના ને પોલીસ રક્ષણ મળી રહે તે માટે વઘઇ પોલીસ સ્ટેશન મા ફરિયાદ અપાવવામાં આવી હતી, જેથી સાજના એ મદદ બદલ અભ્યમ ટીમ નો ખુબ જ આભાર માન્યો હતો.