દક્ષિણ ગુજરાત

વ્યારા તાલુકાના છીંડિયા, ડોલારા અને પેરવડ ગામે ગ્રામસભા યોજાઈ:

ગ્રામજનોએ આંતરીક રસ્તાઓ, નાળા અને પીવાના પાણીના પ્રશ્નો રજુ કર્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ 

તાલુકાના છીંડિયા, ડોલારા અને પેરવડ ગામે ગ્રામસભા યોજાઈ: 

આજની ગ્રામસભામાં ગ્રામજનોએ આંતરીક રસ્તાઓ, નાળા અને પીવાના પાણી જેવી પ્રાથમિક  સુવિધાઓના અનેક  પ્રશ્નો રજુ કર્યા હતા. 

સરકારશ્રીની યોજનાઓ વૃધ્ધ પેન્શન યોજના,પાણી,પી.એમ.આવાસ,અન્ન પુરવઠો, પંચાયત, શિક્ષણ,કૃષિ,મનરેગા, સ્વચ્છ ભારત વિશે જાણકારી આપી હતી.

 તાપી: ભારત દેશનો આત્મા ગામડાઓમાં વસે છે એ ઉક્તિને સાર્થક કરતા સ્વચ્છતા હી સેવાના સંદેશ સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા.કલેકટરશ્રી વી.એન.શાહ ના માર્ગદર્શન હેઠળ કુલ ૩૦૨ ગામોમાં ગ્રામસભાઓ યોજાઈ હતી. જે પૈકી વ્યારા તાલુકાના છીંડિયા,ડોલારા અને પેરવડ ગામે આજે તા.૦૨/૧૦/૨૦૨૪ ના રોજ ગ્રામસભાના સચિવ અને તલાટી,સરપંચશ્રી અને લાયઝન અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભાનો પ્રારંભ થયો હતો. 


છીંડિયા ગામે ગ્રામજનોને સ્વચ્છતા હી સેવાનું મહત્વ સમજાવતા તલાટી હેતલબેન ગામીતે ગ્રામજનોએ સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. સાથે સરકારશ્રીની યોજનાઓ વૃધ્ધ પેન્શન યોજના,પાણી,પી.એમ.આવાસ,અન્ન પુરવઠો, પંચાયત, શિક્ષણ,કૃષિ,મનરેગા, સ્વચ્છ ભારત વિશે જાણકારી આપી હતી. વધુમાં પંચાયતના વેરા નિયમિત ભરવા અપીલ કરી હતી. આરોગ્ય કર્મચારીઓએ આયુષમાન ભારત યોજનાનો લાભ લેવા તેમજ બાકી રહેતા લાભાર્થીઓને આયુષમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અંગે જાણકારી આપી હતી. ગ્રામજનોએ ગામના આંતરીક રસ્તા,પીવાના પાણીીની વ્યવસ્થા,નાળા જેવી મહત્તમ રજૂઆતો કરી હતી. ગ્રામ પંચાયત સચિવે વિકાસકામોને વંચાણે લઈ બાકી રહેતા સામુહિક કામોને આગામી વર્ષમાં આયોજનમાં લેવા ખાતરી આપી હતી. 

છીંડિયા ગામે ૧૬ જેટલા કોટવાળિયા લાભાર્થીઓ રેશનકાર્ડમાં નામ ન હોવા તેમજ જરૂરી આધાર-પુરાવા વિના આયુષમાન કાર્ડ મેળવી શક્યા નથી. જે અંગે જિલ્લા કક્ષાએ નામો મોકલી સત્વરે લાભ મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવશે.

ડોલારામાં ૬૦ જેટલા પીએમ આવાસ ના લાભાર્થીઓને જીઓ ટેગ સર્વે કરી નિયમાનુસાર લાભો આપવામાં આવશે. પેરવડમાં જમીનવિહોણા ભીલ કુટુંબોને ૭/૧૨માં નામ ન આવતા હોઈ યોગ્ય કરવા સરપંચશ્રી સુનિલભાઈ ગામીતે રજૂઆત કરી હતી. આજની ગ્રામસભા માં છીંડિયા સરપંચશ્રી હેમંતભાઈએ ગૌચરમાં દબાણ નહીં કરવા ગ્રામ સભામાં અનુરોધ  કર્યો હતો. છીંડિયા, ડોલારા અને પેરવડ ખાતે યોજેયેલ ગ્રામ સભામાં મોટી સંખ્યામાં  ઉત્સાહભેર ગ્રામજનોએ ભાગ લીધો હતો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है