શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વ્યારા ખાતે Nikon વર્કશોપ સફળતાપૂર્વક આયોજન:
ગ્રામીણ ટુડે, તાપી : વ્યારા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા તા. ૮મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ Nikon કંપનીના વિશેષ વર્કશોપનું ભવ્ય આયોજન વ્યારા ખાતેની વ્રજ ભૂમિ હોટલ ખાતે ના હોલમાં કરવામાં આવ્યું હતુ . આ કાર્યક્રમમાં મિરરલેસ કેમેરા ટેકનોલોજી વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું.
Nikon કંપનીના મેન્ટર શ્રી ચેતન પહલ દ્વારા મિરરલેસ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ભદ્રેશ ટેલર દ્વારા ફોટોગ્રાફી માટેની મહત્વની ટિપ્સ અને ટેકનિક્સને લગતી વિગતો શિખવવામાં આવી.
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાનોમાં Nikon કંપનીના ગુજરાત એરીયા સેલ્સ મેનેજર શ્રી રવિ શાહ, બારડોલી એસોસિએશનના શૈલેષભાઈ પારેખ, રાજુભાઈ ચાંપાનેરિયા, સી.ડી. કલેક્શન વ્યારાના મનોજભાઈ શાહ, માધવ ફોટો સેલ્સ સુરતના મિતભાઈ, સોનાલી ફોટો વલસાડના નીલુભાઈ, ક્લિક ડિજિટલ લેબના હિતેશભાઈ, સોનગઢ એસોસિએશનના કિશોરભાઈ ચૌધરી, બારડોલીના ડૉ. હિતેશભાઈ પટેલ, Nikon ટીમના દીપક મકવાણા અને સુરત ખાતે ના યસ પાવન આલ્બમના આશિષભાઈની વિશિષ્ટ હાજરી રહી હતી.
વ્યારા ફોટો વિડિયો એસોસિએશનના પ્રમુખ રોહિતભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલ પટેલ અને વિનય કોકણી દ્વારા કરવામાં આવ્યું. વ્યારા ફોટો વિડિયો એસોસિએશનના તમામ સભ્યોએ આ કાર્યક્રમના આયોજન માટે નિષ્ઠાપૂર્વક મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.
આ વર્કશોપમાં વ્યારા અને આસપાસના વિસ્તારોના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર મિત્રોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો. Nikon ટીમ દ્વારા પ્રેક્ટિકલ ડેમો સાથે ટેકનિકલ ગાઇડન્સ પૂરુ પાડવામાં આવ્યું, જેનાથી ભાગ લેનાર ફોટોગ્રાફરોમાં નવી શીખ અને ઉમંગ જોવા મળ્યો. આ કાર્યક્રમ માટે Nikon કંપની અને તમામ મહેમાનોનો વ્યારા ફોટો વિડિયો એસોસિએશન દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.