શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં સાંસદશ્રી પરભુભાઇ વસાવાના હસ્તે પ્રાદેશિક મેળો-૨૦૨૧નો શુભારંભ કરવામાં આવ્યો;
તાપી જિલ્લામાં સ્વસહાય જુથની ગ્રામિણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓ ખરીદવાની ઉત્તમ તક:
વ્યારા: તાપી જિલ્લાની સ્વસહાય જુથની બહેનો દ્વારા તૈયાર કરેલ હસ્તકલાની વિવિધ ચિજ-વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ અર્થે પ્રાદેશિક મેળા-૨૦૨૧નું આયોજન તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી કરવામાં આવ્યું છે. આ મેળાનો શુભારંભ આજે સંસદશ્રી પરભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ વિવિધ પ્રદર્શન સ્ટોલને મુલાકાત લઇ ચીજ વસ્તુઓ ખરીદી, ખાણીપીણીનો લાહવો લઇ બહોનોને પ્રોત્સાહિત કર્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “વોલક ફોર લોકલ”ના સુત્રને સાકાર કરવા જાહેર જનતા આ પ્રકારના સ્થાનિક મેળાની મુલાકાત લઇ તાપી જિલ્લાની સ્વસહાય જુથની બહેનો દ્વારા તૈયાર કરેલ હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓ ખરીદી તેઓને આર્થિક પગભર થવા મદદરૂપ બને તે સમયની માંગ છે. આ મેળો તા.૩૧-૧૦-૨૦૨૧ સુધી યોજાશે. જેમાં નાગલી પ્રોડક્ટસ, વાંસ કામ બનાવટ, નાળીયેરીના રેસાની બનાવટ, રંગોળી, સેનેટરી પેડ, કટલર-સાડી વેચાણ, જ્વેલરી, નાસ્તાની બનાવટ, પરંપરાગત વાનગીઓ અને અન્ય ગૃહ સુશોભનની વસ્તુઓની સ્ટોલ સહિત વિવિધ હેન્ડિક્રાફ્ટની પ્રોડક્ટ વેચાણ અર્થે પ્રદર્શિત કરવામાં આવશે, જેનો જાહેર જનતાએ લાભ લેવો.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રી સુરજ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, ડીઆરડીએ નિયામક જી.જી.નિનામા સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.