શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વિશ્વ એઇડ્સ દિને નર્મદા જિલ્લામાં જાહેર થયેલા એકમાત્ર યુવાન ને કાર્યક્રમ માં ભૂલતું તંત્ર:
જ્યારે એચઆઇવી નો ભારે ખોફ હતો ત્યારે આ યુવાન એચઆઇવી તરીકે નર્મદા જિલ્લામાં જાહેર થયો અને 2008 થી 2010 ના વર્ષ માં મૃત્યુ આંક ઘટાડ્યો હતો
આરોગ્ય મંત્રી અને ડીડીઓ એ આ યુવાનની કામગીરી બિરદાવી તેની પીઠ થાબડી હતી
વર્ષો પહેલા વિશ્વ એઇડ્સ દિન ની રેલી કે અન્ય ગમે તે કાર્યક્રમો માં હાજર રહી આ યુવાન અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યો હતો
રાજપીપળા સિવિલ હોસ્પિટલ અને DAPCU દ્વારા રખાયેલા કાર્યક્રમો માં પણ આ યુવાન ને બાકાત રખાયો
સર્જન વસાવા, દેડિયાપાડા: ૧લી ડિસેમ્બર ના દિને સમગ્ર વિશ્વ માં વિશ્વ એઇડ્સ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે અને સરકારી કચેરી કે સિવિલ હોસ્પિટલ સહિત કેટલીક સંસ્થાઓ દ્વારા આ દિવસે અલગ અલગ કાર્યક્રમો કરી લોકો માં જાગૃતિ લાવવા પ્રયત્ન થાય છે, આ વર્ષે પણ આ દિવસે રાજપીપળા સિવિલ હોસ્પિટલ અને DAPCU દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પરંતુ જિલ્લા માં એકમાત્ર જાહેર થઈ લોકો માટે પ્રેરણા રૂપ બનેલા યુવાન ભરત શાહ ને એકપણ કાર્યકમ માં નહિ બોલાવી તંત્ર એ પોતાની બુદ્ધિ નુ પ્રદર્શન કર્યું હોય એમ લાગ્યું.
ભૂતકાળ માં આ ભરત શાહ જ્યારે નર્મદા જિલ્લા માં એચઆઇવી પીડિત તરીકે જાહેર થયો ત્યારે તરોપા આરોગ્ય કેન્દ્ર ઉપર તેના નામ અને ફોટા સાથેના એચઆઇવી જાગૃતિ માટેના પોસ્ટર બનાવી આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ ના હસ્તે વિમોચન કર્યું હતું અને આરોગ્ય મંત્રી એ એક પોસ્ટર ઉપર “આપની હિંમત ને હું બિરદાવું છું” તેવા શબ્દો લખી સહી કરી હતી, ત્યારબાદ ટાઉનહોલ માં એક કાર્યક્રમ માં તે સમયના ડીડીઓ વિક્રાંત પાંડે એ આ યુવાન ને મંચ પર બોલાવી તેમને જાહેર થવા બદલ અભિંદન આપી તમે જિલ્લાના હોસ્ટ છો કહી સૌની વચ્ચે તેમની આ કામગીરી ને બિરદાવી હતી. ત્યારે જિલ્લા માટે એચઆઇવી જેવી તે સમયની ગંભીર ગણાતી બાબતે પણ કોઈ ની ચિંતા કર્યા વિના જાહેર થયેલા યુવાન ને તંત્ર કેમ ભૂલી ગયું એ બાબત વિચારવા લાયક છે.
હાલમાં સિવિલ હોસ્પિટલ માં રંગોળી કાર્યક્રમ કરાયો જ્યારે DAPCU દ્વારા બિરસા મુંડા કોલેજ માં પણ કાર્યક્રમ થયો જેમાં એચઆઇવી પર જિલ્લા માં કામ કરતી બે સંસ્થાઓ પણ જોડાઈ હતી ત્યારે સરકારી વિભાગ કે સંસ્થાના પ્રતિનિધિઓ પૈકી કોઈને પણ આ દિવસે એચઆઇવી માટે યોગદાન આપનાર આ યુવાન યાદ ના આવ્યો એ આચાર્ય ની વાત કહેવાય.
જોકે ૧લી ડિસેમ્બર ને રવિવારે રાજપીપળા માં કાર્યરત લોક વિકાસ સંસ્થા, નર્મદા એ રાખેલા કાર્યક્રમ માં આ યુવાન ને બોલાવાયો હતો અને યુવાને રસ પૂર્વક ભાગ પણ લીધો હતો.