શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ
વિઘ્નહર્તાની વિદાય લઈને સુરતના કુત્રિમ તળાવો અને ઓવારાની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
સુરત શહેરના ગણપતિ વિસર્જનમાં કોમી એકતાનું ઝલક દેખાઈ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભક્તિપૂર્ણ માહોલમાં 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી કરાઈ હતી. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવાની વેળા આવી ગઇ છે. આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે સુરત શહેરમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન થાય તે અર્થે વહેલી સવારથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડુમસ અને હજીરા સ્થિત ઓવારાની સાથે વિવિધ કૃત્રિમ તળાવોની મુલાકાત લીધી હતી.
મુલાકાત પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, પ્રત્યેક પર્વની ઉત્સાહ અને આસ્થાભેર ઊજવણી માટે પંકાયેલા સુરતમાં ગણેશોત્સવના અનંત ચતુર્દશીના દિવસે શ્રીજી સમક્ષ શિશ ઝુકાવી રાજ્યના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળકામના કરું છું. અને ઉજવણીમાં જોડાયેલા તમામ ભાવિક ભક્તોને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી અને સુરક્ષા, સાવચેતી પૂર્વક ગણેશ વિસર્જનનો અવસર શાંતિપૂર્ણ માહોલમાં સુચારુપણે સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરત શહેરના ગણપતિ વિસર્જનમાં કોમી એકતાનું ઝલક દેખાઈ હતી.
સમગ્ર સુરત શહેરમાં સ્થાપિત મોટી શ્રીજીની પ્રતિમા માટે હજીરા ખાતે 9 ક્રેનની કાર્યરત કરાઈ હતી સાથે સાથે ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ખટોદરા વિસ્તારમાં જૂની સબજેલ ઓવારા ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ દૂંદાળા દેવ ગણેશજી ઉપર જળ ચઢાવીને શ્રીજીનું વિસર્જન કર્યું હતું જ્યારે હજીરા સ્થિત બોટમાં બેસીને ગૃહરાજ્યમંત્રીએ પૂજા અર્ચના કરીને દાદાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.
આ પ્રસંગે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર સહિત ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.