દક્ષિણ ગુજરાત

વાલીયા પો.સ્ટે.ના પાસા ધરપકડ ટાળવા સારૂ નાસતા-ફરતા સામાવાળાને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને તેમજ પોલીસ અધિક્ષકશ્રી તરફથી જીલ્લમાં રાખવામાં આવેલ નાસતા-ફરતા આરોપી પકડવા અંગેની ડ્રાઇવ અન્વયે તથા જીલ્લાના તથા જીલ્લા બહારના પો.સ્ટે.માં પકડવા પર બાકી રહેલ આરોપી શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો વાલીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી હકિકત આધારે જીલ્લા મેજી.શ્રી ભરૂચના હુકમ નંબર પીએલ/પાસા/ડીઈટી/કેસ ને ૩૭/૨૦૨૦ તા.૧૨/૧૧/૨૦૨૦ના અન્વયે પાસા ધારા હેઠળ છેલ્લા એક મહિનાથી પાસા ધરપકડ થી દુર સામાવાળા મહેન્દ્રભાઇ ઉર્ફે મલો રવિયાભાઇ છેલાભાઇ વસાવા રહે. ટેકરી ફળીયું, હીરાપોર તા.વાલીયા જી.ભરૂચનાને આજરોજ તા.૧૪/૧૨/૨૦૨૦ ના રોજ હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVID-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા વાલીયા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ :

(૧) વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં. Ill ૪૪૭/૨૦૧૯ પ્રો.એ.ક. ૦૫ (એ) (ઈ), ૮૧

(૨) વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં. /// ૭૪૧/૨૦૧૮ પ્રો.એ.ક. ૬૫ (એ) (ઈ), ૮૧

(૩) વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ સી ૧૧૧૯૯૦૫૦૨૦૦૦૨૨/૨૦૨૦ પ્રો.એ.ક. ૬૫ (એ) (ઈ), ૮૧

(૪) વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ સી ૧૧૧૯૯૦૫૦૨૦૦૦૨૩/૨૦૨૦ પ્રો.એ.ક. ૬૫ (એ) (ઈ), ૮૧, ૯૮(૨)

(૫) વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ સી ૧૧૧૯૯૦૫૦૨૦૦૪૭૩/૨૦૨૦ પ્રો.એ.ક. ૬૫ (એ) (ઈ) ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. બી.ડી.વાઘેલા તથા અ.હે.કો.નિલેશભાઇ નારસિંગભાઇ તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. ઇન્દ્રવદનભાઈ કનુભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો, અનિલભાઇ દિતાભાઇ તથા ડ્રા.પો.કો. રાકેશભાઇ રામજીભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है